Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમરેલીના ઢોલરવા ગામમાં એક સિંહ અને બે સિંહણ ઘુસ્યા : ગાયનું મારણ કરીને નિરાંતે મિજબાની માણી

કોઈએ વિડીયો પણ ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો : ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી : ધારી તાલુકાના ઢોલરવા ગામે ગઈ રાત્રીના સમયે એક સિંહ તથા બે સિંહણ મળી ત્રણ સિંહોએ ગામની અંદર પ્રવેશ કરી અને એક રેઢીયાળ ગાયનો શિકાર કરી નિરાંતે મિજબાની ઉડાવી હતી.

આ બનાવની જાણ ગામના લોકોને થતાં લોકો સિંહ દર્શન કરી અને મારણ ઉપર સિંહને નિહાળી અને વિડીયો પણ ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
બીજી તરફ માનવ વસ્તીવાળા ગામની અંદર સિંહો પ્રવેશ કરતા ગામજનોમાં વ્યાપક ફફડાટ ફેલાયો હતો.

(2:06 pm IST)