Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જેતપુરમાં ઠેર ઠેર હોળી ધુળેટી પર્વની ધામધુમપુર્વક ઉજવણી

જેતપુર તા.૧૧ : વર્ષોથી પારંપારિક રીતે ઉજવાતો આ ધાર્મિક તહેવાર લોકો ખુબ ઉત્સાહથી ભારતભરમાં ઉજવે છે.  આ વર્ષે કોરોના વાઇરસની અસર ભારે જોવા મળતી હોવા છતાં સેત-સુરાની આ ધરતી ઉપર લકોએ બિનદાસ્ત મજા માણી હોળીમાં રાત્રે ધાણી-દાળીયા અને સાથે કપુર હોમી વાઇરસ દુર થાય તેવી પ્રાર્થના કરેલ. બીજા દિવસે સવારથી જ નાના મોટા સૌ કોઇએ એક બીજા ઉપર ગુલાલ કલર છાંટી રગોના પર્વની ઉજવણી કરેલ. ગુજરાતીનો તહેવાર હોય અને દાંડીયા રાસ ન હોય તેવું કેમ બને માટે દાંડીયાની પણ રમઝટ બોલાવેલ હતી.

(1:58 pm IST)