Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મંડલીકપુરમાં જુના મનદુઃખમાં હોળીની રાતે રાજેશ ખાંટ પર ધોકા-પાઇપના ઘા

પટેલ કિશન સેંજલીયા અને તેના બે પુત્રો તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૧: જેતપુરના મંડલિકપુરમાં રહેતાં અને પાન-બીડીની દૂકાન ધરાવતાં રાજેશ ભીમજીભાઇ ગોહેલ (ઉ.૨૬) નામના ખાંટ યુવાન પર હોળીની રાતે ગામના જ કિશનભાઇ પટેલ અને તેના બે પુત્રોએ લાકડી-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇ પટેલે જેતપુર પોલીસને જાણ કરી હતી.

રાજેશ ગોહેલના કહેવા મુજબ પટેલ લોકો સાથે જુનું મનદુઃખ ચાલે છે. અગાઉ તેના પિતા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જુના ડખ્ખાનો ખાર રાખી હોળીની રાતે ફરીથી માથાકુટ કરી ઘા કરવામાં આવ્યા હતાં.

(1:35 pm IST)