Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના લીલાપુરમાં હોળી પ્રગટાવવા મામલે હેમતભાઇ પર છરીથી હુમલો

મુળ એમપીના મજૂરને રાજકોટમાં સારવાર અપાઇ

રાજકોટ તા. ૧૧: મોરબીના લીલાપુરમાં મુકેશભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના હેમતભાઇ જોરાવરભાઇ વહાનીયા (ઉ.૫૫)ને હોળીની રાતે ખેલસીંગ, મેરસીંગ અને હિતેષે ઝઘડો કરી છરીથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હેમતભાઇના મિત્ર કનીયો આદિવાસીના કહેવા મુજબ રાતે હોળી ખડકી હતી. તેને અગ્નિ કોઇ પ્રગટાવતું ન હોઇ પોતે પ્રગટાવી હતી. આ બાબતે ખેલસીંગ સહિતે પોતાની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જેમાં હેમતભાઇ છોડાવવા વચ્ચે આવતાં તેના પર ખેલસીંગ સહિતના તૂટી પડ્યા હતાં. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:34 pm IST)