Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડના આસીસ્ટન્ટ કમાન્ડરના બંધ ફલેટમાંથી ૨.૯૨ લાખના સોનાના દાગીનાની ચોરી

આસી. કમાન્ડર તેના પરિવાર સાથે વતન ગયા બાદ બંધ ફલેટમાં તસ્કરો ત્રાટકયા : કબાટના તાળા તોડી સોનાના દાગીના ઉઠાવી ગયા

પોરબંદર તા. ૧૧ : કોસ્ટ ગાર્ડ આસીસ્ટન્ટ કમાન્ડર તેના પરિવાર સાથે પ.બંગાળ વતનમાં ગયા બાદ પાછળથી તેના વાડી પ્લોટમાં બંધ ફલેટના તસ્કરોએ તાળા તોડીને રૂ. ૨,૯૨,૫૦૦ના સોનાના દાગીના ચોરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ પોરબંદર કોસ્ટ ગાર્ડમાં આસીસ્ટન્ટ રાજેશભાઇ ઉદયશંકરભાઇ પાલ તેના પરિવાર સાથે વતનમાં ગયા બાદ પાછળથી તેના વાડી પ્લોટમાં સિધ્ધિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટમાં તસ્કરો ફલેટના તાળા અને નકૂચા તોડીને તથા કબાટના તાળા તોડીને નવા અને જૂના સોનાના દાગીના નેકલેસ-૪, વીંટી નંગ - ૭, બંગળી જોડી નંગ-૧, કાનની બુટી જોડી નંગ-૫, લોકેટ જોડી નંગ-૨, બ્રેસલેટ નંગ-૧ કુલ રૂ. ૨,૯૨,૫૦૦ની કિંમતના સોનાના દાગીના ચોરી કરી લઇ ગયેલ.  કોસ્ટ ગાર્ડના આસી. કમાન્ડર તથા પરિવારજનો પરત વતનથી આવતા ફલેટના તાળા - નકૂચા અને કબાટના તાળા તૂટેલા જણાયેલ તેમજ કબાટમાં રાખેલા સોનાના દાગીના જોવા ન મળતા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(

(1:34 pm IST)