Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જુનાગઢમાં કાપડ-સાડીની દુકાનમાં આગઃ વ્યાપક નુકસાન

સાડીઓ સહિતના માલ સામાન તપાસ

જુનાગઢ તા.૧૧ : અહિં માંગનાથ રોડ ખાતે આવેલ જયોતિ કલોથ સેન્ટર નામની સાડી કાપડની દુકાનમાં ધુળેટીના દિવસે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા.

આ અંગેની જાણ થતા મડીયાના ફાયરબ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ભુમિત મિસ્ત્રી તેમજ ફાયર કર્મીઓ કમલેશભાઇ, ભાવેશભાઇ, અને રવિભાઇ વગેરે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઇ લીધી હતી.

આગની ઘટનાને લઇ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ કિંમતી સાડીઓ વગેરે ખાખ થઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયુ હતુ.

આગ ઇલેકટ્ીક શોર્ટ સર્કીટ થવાથી લાગી જવાનું અનુમાન છે.

(1:33 pm IST)