Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ખંભાળીયા-ભાણવડ પંથકમાં હળવા વરસાદી ઝાપટા

ખંભાળીયા, તા. ૧૧ :. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે વાદળછાયા વાતાવરણ પછી આજે સવારે સાતેક વાગ્યે ખંભાળિયા તથા ભાણવડ પંથકમાં હળવા છાંટા પડતા વાતાવરણ પલ્ટાઈ ગયુ હતું.

કેટલાક સ્થળે રસ્તા ભીના થઈ ગયા હતા તો કયાંક ખાબોચીયા પણ ભરાઈ ગયા હતા. વરસાદના પગલે ઠંડુ વાતાવરણ થઈ ગયુ હતું.

જો કે હજુ ખેતરોમાં શિયાળુ પાક હોય વરસાદ પડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

સવારના વરસાદના ઝાપટા પડતા મોર્નીંગ વોકમાં નિકળેલ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.(

(1:33 pm IST)