Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વડત્રા નજીક ખનિજ વિભાગના અધિકારી ઉપર ડમ્પર ચડાવી દેવાનો પ્રયાસ

ખંભાળિયા, તા. ૧૧ :. મહેસાણા જિલ્લાના કડીના અને હાલ કલ્યાણપુરના ગાંધવી ગામે રહેતા દ્વારકા જિલ્લામાં ખાણ ખનિજ વિભાગમાં ફરજ બજાવતા ગૌરાંગભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ. ૨૭) તથા સાથી કર્મી વિજયભાઈ ગત તા. ૯ના હસ્થળ પાટીયા પાસે ચેકીંગ દરમ્યાન ઉભા હતા ત્યારે જીજે ૧૦ એકસ ૮૭૦૦ નંબરના ડમ્પરને રોકી તલાસી લેતા ડમ્પરમાં રોયલ્ટી વગર ૧૦ ટન દરીયાઈ રેતી કિં. રૂ. ૫૦,૦૦૦ની ભરેલી હોવાથી રોયલ્ટી અંગે પૂછતા ડમ્પર ચાલક તથા તેની સાથે રહેલા અન્ય એક શખ્સે ડમ્પર સાથી કર્મી વિજયભાઈ ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાળિયા પોલીસે ખાણ ખનિજ વિભાગના અધિકારી ગૌરાંગભાઈ પરમારની ફરીયાદ પરથી ઉપરોકત ડમ્પર ચાલક તથા અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કલમ ૩૭૯, ૫૦૬(૨), ૧૧૪ તથા એમએમડી એકટ ૧૯૫૭ની કલમ ૪(૧), ૪(એ) તથા જીએમપીઆઈટીએસ ૨૦૧૭ની કલમ ૩.૨૧ મુજબ ગુનો નોંધી બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ભાણવડના મોડપર ગામે મકાનમાં જુગાર ઝડપાયો

મોડપર ગામે રહેતો હેંમત ઉર્ફે ભાયો ભીખાભાઈ ગોહિલ પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા કિશોર છગન પરમાર, પિન્ટુ રાજન પરમાર, પુનિત ભીખા પરમાર તથા મકાન માલિક હેંમત ઉર્ફે ભાયો ભીખા ગોહિલ તમામ રહે. મોડપરવાળાઓને રોકડા રૂ. ૨૩૦૦૦ તથા મોબાઈલ નંગ ૪ મળી કુલ રૂ. ૨૫,૫૦૦ની મત્તા સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

સલાયામાં અગાઉના મનદુઃખમાં યુવાન પર હુમલો

સલાયામાં રહેતા આમીન ઉર્ફે ચકલી મીડી ઝાવીદ કાદરી (ઉ.વ. ૩૦) રહે. હુસેની ચોકવાળાએ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે અકબર હુસેન સંઘારને અગાઉનુ મનદુઃખ હોય તેનો ખાર રાખી પોતે ઘર પાસે હતો ત્યારે અકબરે ગાળાગાળી કરી તુફાન કાર ભટકાવી લાકડી વડે માર માર્યો હતો. પોલીસે ફરીયાદના આધારે અકબર હુસેન સંઘાર રહે. સલાયા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:32 pm IST)