Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ગુજરાતભરમાં સ્ટોક નહીં હોવાથી ખારાઘોડાના મીઠાના વેપારીઓને ઘી-કેળાઃ નમકની માંગ અને નિકાસ વધશે

વઢવાણ,તા.૧૧: સમગ્ર રાજયમાં થતાં મીઠાના ઉત્પાદનમાં ખારાગોઢાના રણમાં થતાં મીઠાનું ઉત્પાદન ૭૦% જેટલું છે અને અહિં દર વર્ષે અંદાજે ૮ થી ૯ લાખ મેટ્રીક ટન મીઠાનું જંગી ઉત્પાદન પણ થાય છે. પરંતુ ચાલુ વર્ષે નવેમ્બર મહિના સુધી પડેલ વરસાદને કારણે દરિયા કાંઠે જે મીઠાના ઉત્પાદનથી સપ્ટેમ્બર-ઓકટોબરમાં થાય છે.એ ચાલુ વર્ષે વરસાદ પડવાના કારણે થઈ શકયો નથી અને જે મીઠાનો સ્ટોક હતો તે પણ પતી ગયો છે અને રાજયમાં મીઠાનું ઉત્પાદન કરતાં એકમો પાસે મીઠાનો સ્ટોક હોવાથી ખારાગોઢા ખાતે આવેલા મીઠાની માંગમાં વધારો નોંધાયો હતો.

આથી દર મહિને અસોશીએસનની મીટીંગ મીઠાનો ૧૦૦ કિ.ગ્રા.નો નિકાસનો ભાવ સામેની માંગ ધ્યાને રાખી નક્કી કરવામાં આવે છે જેમાં છેલ્લા ત્રણ મહિનામાં લગભગ કિવન્ટર દીઠ રૂ.૩૦નો વધારો કરવામાં આવતાં હાલ એક કિવન્ટલ મીઠાનો ભાવ રૂ.૧૦૦ને આંબી ગયો છે જયારે ખારાાદ્યોડા સ્ટેશનેથી રેલ્વે વિભાગ દ્વારા દર મહિને ૧૫ જેટલી રેંકો રેલ્વે દ્વારા મધ્યપ્રદેશ, ઉત્ત્।રપ્રદેશ, નેપાળ સહિતના દેશોમાં મીઠાની નિકાસ કરવામાં આવે છે. એક રેંકમાં રેલ્વેના અંદાજે ૪૨ જેટલાં ડબ્બાઓ ભરાય છે જયારે રેલ્વે વિભાગના જણાવ્યા મુજબ ગત ફેબુ્રઆરી ૨૦૨૦માં વિક્રમજનક ૨૮ રેકો લોડીંગ કરવામાં આવી હતી અને માર્ચ મહિનામાં પણ ૧૫ થી ૨૦ રેકો મીઠાની લોડીંગ થશે તેઓ અંદાજ છે આમ ગુજરાતભરમાં મીઠાનો સ્ટોક નહિં હોવાથી ખારાદ્યોડામાં મીઠાના વેપારીઓને ધી-કેળાં થઈ ગયાં છે.

ખારાગોઢા રણમાં ઉત્પાદન થતું મીઠું ૧૦ માર્ચની આસપાસ પાકી જતું હોય છે પરંતુ મોડે સુધી પડેલા વરસાદથી અહિં પણ મીઠાની આવક એક મહિનો મોડી થવાની સંભાવના હોય હજુ પણ મીઠાની નિકાસ વધવાની શકયતાઓ સેવાઈ રહી છે. સામાન્ય રીતે રેલ્વે વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસા દરમ્યાન મીઠાની નિકાસ માટે રેલ્વેનું ભાડું ૨૦% ઘટાડવામાં આવતું હોય છે.

(1:30 pm IST)