Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વાઘગઢ ''વીરત્વનો વારસો'' પંચવિધિ કાર્યક્રમ યોજાયો

ટંકારા :વાઘગઢ ગામમાં પંચવિધ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં ક્રાંતિ વન બગીચાના મુખ્ય પ્રવેશ દ્વાર દાતા  કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ ત્યાર પછી વાઘગઢ ગામના ઉદભવ થી ૯૨ વર્ષ ના ઇતિહાસનો ભવ્ય સ્મારક બનાવવામાં આવેલ છે તે દાતા સુંદરજી ભાઈ રૈયાણી, જગદીશભાઈ બારૈયા, યોગેશભાઈ છત્રોલા, રામજીભાઈ બારૈયાના હાથે વિધિવત સ્મારકને ખુલ્લુ મુકવામાં આવેલ, ત્યારબાદ વાઘગઢ પ્રાથમિક શાળાનો પ્રવેશ દ્વાર જગદીશભાઈ વલ્લભભાઈ બારૈયા તથા સરપંચ વલ્લભભાઈ બારૈયા ઉપસરપંચ હસમુખભાઈ બારૈયા ના હાથે ખુલ્લો મુકવામાં આવ્યો. કાર્યક્રમને તાલુકાના માજી પ્રમુખ ભુપતભાઇ ગોધાણી, ડો.ભાવેશ જેતપરિયા, સુંદરજીભાઈ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમને 'વીરત્વ નો વારસો' નામથી વાઘગઢ પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા સાહસિકતા ના દાવ સાથે વિવિધતા ભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ, વાલીશ્રીઓ ગામના દાતાઓ દ્વારા ૧,૨૮૦૦૦ જેટલો માતબર ફાળો એકત્રિત કરવામાં આવેલ. સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાથમિક શાળાના શિક્ષિકા શીતલબેન ગાંભવા તથા દેવેન્દ્રભાઈ ફેફર, નવનીતભાઈ ફેફર રસિકભાઈ વિરમગામ એ  જહેમત ઉઠાવેલ. અંતમાં સ્મારકના દાતા જેઓએ ઉદાર હાથે સ્મારક બનાવવામાં ૫૧૦૦૦ કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા ૫૧,૦૦૦ દયાબેન કાનજીભાઈ છત્રોલા ૫૧૦૦૦  વલ્લભ ભાઈ હરખાભાઈ બારૈયા ૫૧,૦૦૦ સુંદરજી ભાઈ ભગવાનજીભાઈ રૈયાણી વગેરે દાતાઓ દ્વારા સ્મારક બનાવવામાં આવેલ છે, તેમનું સન્માન રામાયણ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ,બધાજ કાર્યક્રમને સફળ બનાવવા રામજીભાઈ બારૈયા અરવિંદભાઈ બારૈયા સરપંચ વલ્લભ ભાઈ બારૈયા શૈલેષભાઈ ભાવેશભાઈ નિલેશભાઈ તથા પ્રગતિ મંડળના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ આ કાર્યક્રમમાં તાલુકાના માજી પ્રમુખ ભુપતભાઈ ગોધાણી ઉપસ્થિત રહી કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલ.

(1:29 pm IST)