Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીમાં રંગમાંથી કોઇ 'કોરોના જાય' સાથે ધામધૂમથી ધૂળેટી ઉજવણી

જાહેરમાં કલર ઉડાડવાના પ્રતિબંધનો કેટલીક જગ્યાએ ઉલ્લંઘન

મોરબી તા. ૧૧ : મોરબીમાં હોળીની ભારે આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દરેક વિસ્તારના મુખ્ય ચોકમાં શ્રધ્ધાભેર હોળીને પ્રગટાવવામાં આવી હતી. લોકોએ ખજૂર, ધાણી, દાળિયા અને ટોપરું, નાળિયેર સહિતની વસ્તુઓનું હોલિકામાં દહન કરીને પોતાની ભીતરમાં રહેલી દુર્ગુણોરૂપી આસુરી શકિતનું દહન કરવાની અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી. તો હોળીના બીજા દિવસે ધૂળેટી કોરનો બીમાર ને લીધે નબળી જાશે પણ તેવું કઈ થયું નહી શહેર ની ગલી ગલીએ નાના બાળકો થી માડી મોટા હોય કે વડીલો કલર સાથે જોવા મળ્યા હતા અને એક બીજા પર રંગ ઉડાતતા જોવા મળ્યા હતા અને રંગ બરસે ના તાલે જુમતા પણ જોવા મળ્યા હતા તો મેટોડી કલરના બાચકા વડે વધુ કલર ઉડાતા જોવા મળ્યા હતા તો જાહેરમાં કલર ઉડાડવા પર પ્રતિબધ હોવા છતાં કેટલાક વિસ્તારોમાં બાઈક રોમિયો બાઈક પર રંગ ઉડાતા જોવા મળ્યા હતાઙ્ગયંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. આ વર્ષે એ પરંપરાના ભાગરૂપે ધુળેટીના પાવન અવસર પર વિકાસ વિદ્યાલયની બાળાઓને 'રંગ ઉત્સવ' કાર્યક્રમ અંતર્ગત ડી.જેના તાલે ધુળેટી રમાડવામાં આવી હતી.

(1:29 pm IST)