Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

દ્વારકાના પદયાત્રીઓ માટે રિલાયન્સ દ્વારા સાત દિવસીય સેવા કેમ્પનું આયોજન કરાયું: ૮૦,૦૦૦ થી વધુ યાત્રાળુઓને મળ્યો લાભ

જામનગર,તા.૧૧: યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ઘ અને પરંપરાગત ફૂલડોલ (હોળી) ઉત્સવ ઉજવવા પદયાત્રા કરી દ્વારકા પહોંચતા હજારો પદયાત્રીઓની સેવા અને સુવિધા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા છેલ્લા નવ વર્ષોની પરંપરા અનુસાર ચાલુ વર્ષે પણ યોજવામાં આવેલા સેવા કેમ્પને પદયાત્રીઓનો ખૂબ જ અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. લગભગ ૮૦,૦૦૦ જેટલા યાત્રાળુઓએ આ કેમ્પોનો લાભ લીધો છે અને હજુ એક દિવસ કેમ્પ ચાલશે. આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ તારીખ ૦૧ માર્ચ ૨૦૨૦ થી ૦૭ માર્ચ ૨૦૨૦ માટે આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર-દ્વારકા હાઇ-વે ઉપર રિફાઇનરી સંકુલની પાસે રિલાયન્સ ગ્રીન્સની સામેના સ્થળે તારીખ ૦૧ માર્ચ,૨૦૨૦ થી ૦૬ માર્ચ,૨૦૨૦ સુધી દ્વારકા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્ત્।રદાયિત્વ (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી – સી.એસ.આર.)ના ભાગ રૂપે કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખંભાળિયા પાસે હંજરાપરમાં અન્ય એક મેડિકલ કેમ્પનું પણ આયોજન રિલાયન્સ કોમ્યુનીટી મેડિકલ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું, જે યાત્રીઓનો પ્રવાહ જોતાં તા. ૦૭ માર્ચ સુધી ચાલશે.

આ કેમ્પમાં એકસાથે અંદાજીત ૧૨૦૦ વ્યકિતઓ માટે રાત્રિ આરામની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, ચોવીસ કલાક ચા અને નાસ્તાની વ્યવસ્થા, બપોરે અને રાત્રે જમવાની ઉત્ત્।મ વ્યવસ્થા, ભાઇઓ અને બહેનો માટે અલાયદા શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તબીબી સુવિધા ઉપરાંત મોબાઇલ મેડિકલ વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડાઙ્ખકટર અને અન્ય મેડિકલ સ્ટાફએ સતત હાજર રહીને પદયાત્રીઓને ૨૪ કલાક તબીબી સારવાર પૂરી પાડી હતી.

આ ઉપરાંત હંજરાપરમાં યોજવામાં આવેલા મેડિકલ કેમ્પમાં  રિલાયન્સ કોમ્યુનીટી મેડિકલ સેન્ટરના સહયોગથી, મેડિકલ વાન સાથેની મેડિકલ ટીમ દ્વારા પદયાત્રીઓને સારવાર અપાઈ હતી. પદયાત્રીઓને ફિઝીયોથેરાપીની સારવાર પણ આપવામાં આવી હતી.

આ સ્થળે ઊભાં કરવામાં આવેલ ટેન્ટમાં દ્વારકાધીશના ભકિત-સંગીતની અવિરત સુરાવલીઓ પદયાત્રીઓના ઉત્સાહમાં સતત વધારો કરતી હતી. ભગવાન શ્રીકૃષ્ણની આરાધનામાં પદયાત્રીઓ દ્વારા કેમ્પમાં ગરબાની રમઝટ બોલાવાતી હતી. હાઇ-વે પર અકસ્માત ટાળવા અને પદયાત્રીઓની સલામતી માટે દરેક પદયાત્રીનાં સામાનની પાછળ અને તેમની લાકડી પર રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. કેમ્પમાં આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઇ રહે તે હેતુથી જંતુનાશકોનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.

રિલાયન્સના સામાજિક ઉત્ત્।રદાયિત્વ વિભાગના કર્મચારીઓ, ઉપરાંત રિલાયન્સના અધિકારીઓ, કર્મચારીઓ તેમના પરિવારજનો, આસપાસનાં ગામોના ગ્રામજનો ઉપરાંત રિલાયન્સ ગ્રીન્સમાં રહેતા સિનિયર સિટીઝનોએ સ્વયંસેવક તરીકે સેવાઓ આપી હતી તથા કંપની દ્વારા સમગ્ર આયોજન અને વ્યવસ્થા અવિરત ૨૪ કલાક સુચારુ રીતે જળવાઇ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.(

(1:27 pm IST)