Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજુલાની કથામાં ''કોરોના'' ન પ્રસરે તે માટે વ્યવસ્થા ગોઠવીએઃ પૂ. મોરારીબાપુ

જો પ્રશાસન એવો આદેશ આપે, કે કથાનું આયોજન બંધ રાખવું, તો એ રીતે પણ પોતે તૈયાર છે. પરંતુ કથા આયોજન માટે સરકારે મંજૂરી આપી છે : શનીવારથી રાજુલામાં શરૂ થતી રામકથા અંગે પૂજય બાપુના સાનિધ્યમાં બેઠક યોજાઇઃ રાત્રીના સંતવાણી લોકડાયરાના કાર્યક્રમ બંધ રહેશે : દૂર-દૂરથી આવતા લોકોએ ટીવીમાં જ કથાનુ રસપાન કરવા આહ્વાન : આરોગ્યની ચકાસણી કરનાર ટીમ અને નિષ્ણાંત તબીબો કથામાં હાજર રહેશે

રાજકોટ, તા. ૧૧ : રાષ્ટ્ર દેવો ભવનાં સૂત્રને અનુસરનાર અને રાષ્ટ્રની હાકલ પડે, ત્યારે અગ્રદૂત બનીને રાષ્ટ્ર હિતનું ચિંતન કરનાર પૂજય બાપુની વ્યાસપીઠ, રાષ્ટ્રનું ગૌરવ વધે એ રીતે રાષ્ટ્રીય કાર્યક્રમોને સાર્થક બનાવવાની હંમેશા પહેલ કરે છે. સાક્ષરતા અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન હોય, બેટી બચાવો - બેટી પઢાવો અભિયાન હોય કે પછી જળ સંચય અભિયાન હોય... વ્યાસપીઠે પ્રત્યેક રાષ્ટ્રીય કાર્યક્રમને આદર સાથે આવકાર્યા છે અને એની સફળતા માટે ઉચિત યોગદાન આપ્યું છે.

એક રીતે તો વ્યાસપીઠ સ્વચ્છતા અભિયાનનું જ કાર્ય કરી રહી છે. કારણ કે વ્યકિત અને સમાજ માં વેર- ઝેર, ઈર્ષા- નિંદા, રાગ-દ્વેષ દૂર થાય અને માનવતાના મુલ્યો વિકસે એ માટે પૂજય બાપુ દાદા ગુરુની દીધેલી પોથી અને પાદુકા લઈ સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશ સાથે વિશ્વભરમાં ફરતા રહે છે.

આજે વિશ્વની સામે એક નવી આપત્ત્િ। આવી છે- કોરોના વાઇરસ રૂપે! ભારત સરકાર પણ આ અંગે ચિંતિત છે, તેથી સામાજીક-સામુહિક કાર્યક્રમો-સમારંભો બંધ રાખવાના આદેશો છે. પૂજય બાપુએ કહ્યું કે જો પ્રશાસન એવો આદેશ આપે, કે કથાનું આયોજન બંધ રાખવું, તો એ રીતે પણ પોતે તૈયાર છે. પરંતુ કથા આયોજન માટે સરકારે મંજૂરી આપી છે. એટલે હવે આપણી જવાબદારી બને છે કે આપણે વધારે સાવચેત રહીને, સાવધાનીપૂર્વક- કોઈપણ પ્રકારનો વાયરસ ન પ્રસરે તે માટે- વ્યવસ્થા ગોઠવીએ.

આ સંદર્ભમાં આજે રામપરા મંદિરના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ તેમજ રાજુલા પંથકના ધારાસભ્યશ્રી અંબરીષ ડેર, શ્રી માયાભાઇ આહીર તથા કથાની આયોજન સમિતિના તમામ સભ્યો સાથે પૂજય બાપુએ બેઠક કરી. આ બેઠકમાં ભરતભાઈ ડેર, હરેશભાઈ મહેતા, ડો કમલેશ જોશી, બીપીનભાઈ લહેરી તથા આરોગ્ય સમિતિના તમામ કાર્યકર્તા હાજર રહ્યા. બાપુએ સહુને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કથા સ્થળ પર આરોગ્યની ચકાસણી કરનાર ટીમ સતત ઉપસ્થિત રહેશે. કોરોના વાઇરસ અંગેના નિષ્ણાંતોની ટીમ પણ ત્યાં હાજર હશે.

વ્યવસ્થામાં પણ બહુ ગીચોગીચ બધા ન બેસે, એવી વ્યવસ્થા થશે. દૂરદૂર થી આવનારા શ્રોતાઓને બાપુએ અપીલ કરી કે આવા સંજોગોમાં બને તો પોતાના ઘેર જ ટીવી પર કથા સાંભળી લેવી. વધારે સાવધાની માટે માત્ર કથા જ રહેશે. માત્ર કથા સત્સંગ - ભજન અને ભોજનનો સહુને લાભ મળશે. સાંજના કાર્યક્રમો - સંતવાણી, ડાયરો કે અન્ય આયોજન બંધ રહેશે.ઙ્ગ

ઙ્ગ ઙ્ગ ઙ્ગ આટલા વિશાળ આયોજનમાં પ્રશાસનનેઙ્ગ કોઈ ચિંતા ન રહે, એવી સાવધાની સાથે આ કથા સંપન્ન થશે.

પૂજય બાપુએ પ્રયાગરાજ ખાતેની તાજેતરની કથામાં પણ આ જ વાત કહેલી કે પ્રત્યેકે પૂરતી સાવચેતી રાખવી. ડરવું નહીં પરંતુ સાવધાની વર્તવી જ જોઈએ.

એક ચીની વાર્તાને ટાંકીને બાપુએ કહ્યું કે મહાત્મા કન્ફ્યુશિયસને એક વખત રસ્તામાં ભાગતો જતો કાળદૂત મળ્યો. કન્ફ્યુશિયસે પૂછ્યું કે તું આમ કયાં ભાગે છે?

ત્યારે કાળદૂતે જવાબ આપ્યો કે - તમારા દેશમાં એક લાખ લોકોને મારે લઈ જવાના છે એટલે કે એક લાખ લોકોનું મૃત્યુ થવાનું છે.એકાદ મહિના પછી ફરી એ કાળદૂત કન્ફ્યુશિયસને મળે છે, ત્યારે કન્ફ્યુશિયસ કહે છે કે  તમે તો એક લાખ ની વાત કરતા હતા, પણ અહીં તો બે લાખ માણસો મૃત્યુ પામ્યા! ત્યારે દૂતે કહ્યું કે મેં તો એક લાખને જ માર્યા છે, બાકીના એક લાખ તો બીકના માર્યા જ મરી ગયા..!!

આ વાર્તાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે- આપણે ખોટી બીક રાખવી નહીં. બીકના માર્યા ખોટી ભાગદોડ કરવી નહીં. પરંતુ સાવચેતી જરૂર રાખવીઙ્ગ સ્વચ્છતા જરૂર જાળવવી.ઙ્ગ

કથાના આરંભ પૂર્વે જ પૂજય બાપુએ સમગ્ર આયોજન કમિટી અને યજમાન, તેમ જ લાભાર્થી સંસ્થાના મહંત શ્રી અને શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બોલાવીને, સૌને સાથે રાખીને, આ વૈશ્વિક આપત્ત્િ।માંથી ભારત સરકારના નિર્દેશો અનુસાર આપણે પૂરી સાવચેતી- પૂરી સાવધાની- અને પૂરી સ્વચ્છતા સાથે, આપણા આરોગ્યની જાળવણી કરવી, એ અંગે ચર્ચા કરી. કથા નિમિત્ત્।ે એવી કોઇપણ દ્યટના ન બને, કે જેથી કરીને કથાના આયોજન અંગે કોઈ વિવાદ ઊભો થાય. આ માટે બાપુએ પોતે જ સહુની સાથે સંવાદ કર્યો. કથાનું આયોજન નિર્વિઘ્ને પાર પડે એ માટે સહુએ પ્રતિબદ્ઘતા વ્યકત કરી.(

(1:26 pm IST)