Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જામનગરમાં ભોઇજ્ઞાતિ દ્વારા ૩૦ ફુટનું પુતળુ બનાવી ભવ્ય હોલિકા મહોત્સવ ઉજવાયો

જામનગરઃ  ભોઇજ્ઞાતિ દ્વારા વર્ષે પણ હોલિકા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૨૫ થી ૩૦ ફૂટ નું હોલિકા નું પૂતળું બનાવી ભોઈવાડા વિસ્તારમાં સરઘસ કાઢી શાસ્ત્રોકત વિધિવત અગ્નિદાન આપવામાં આવ્યું હતું. ૬૪ વર્ષ થી હોલિકા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. ભોઈવાડા વિસ્તારમાં યોજવામાં આવતા હોલિકા મહોત્સવ માં છેલ્લા ૧ મહિનાની જહેમત બાદ સૂકું ઘાસ, શણ પુઠા કાગળ પતરું ઝરી અને કલરથી આશરે ૨૫ ફૂટ ઊંચી અને ૮ ફૂટ પહોળી હોલિકાનું પૂતળું બનાવવામાં આવે છે જેને હોળીના આગલા દિવસે પેઇન્ટિંગ કરી કપડાં અને ઘરેણાં પહેરાવી ને સંપૂર્ણ સ્ત્રી સ્વરૂપ આપવામાં આવે છે. ત્યાર બાદ હોળી ના દિવસે સવારે હોલિકા ને વાજતે ગાજતે ભોઈવાડા વિસ્તારમાં સરઘસ કાઢી તેની બેઠક સુધી લઈ જઇ હોલિકા ને બેઠક પર બિરાજમાન કરવવામાં આવે છે અને સાંજ સુધી માં હજારો ની સંખ્યા માં ભકતો દર્શને આવે છે અને સાંજે તેને શાસ્ત્રોકત વિધિવત અગ્નિદાહ દેવામાં આવે છે.જ્ઞાતિ ના આગેવાનો, શહેર અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આ હોલિકા મહોત્સવમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ, રાજય મંત્રી હકુભા જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા સહિતના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસવીરઃકિંજલ કારસરીયા,જામનગર)

(1:24 pm IST)