Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર 15 ફૂટ ઊંડા નાળામાં કાર ખાબકી: પતિ પત્નીનાં મોત

કાર વણી અને કાંકરવાડી ગામ પાસેનાં નાળામાં ખાબકી

અમદાવાદ : વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર કાર 15 ફૂટ નીચે નાળામાં પડતા પતિ અને પત્નીનાં  મોત નીપજ્યાં છે. આ લોકોની કાર વણી અને કાંકરવાડી ગામ પાસેનાં નાળામાં ખાબકી હતી. બનાવની જાણ થતા જ આસપાસનાં લોકો ઘટના સ્થળે ભેગા થયા હતાં. જે બાદ વિરમગામ પોલીસને  જાણ કરવામાં આવી હતી.
હાલ પોલીસ આ મૃતકો અંગે તપાસ કરી રહી છે. તેઓ આ ઘટના કઇ રીતે બની તે અંગે કાર્યવાહી ધરીને તપાસ શરૂ કરી છે.

(12:41 pm IST)