Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ધોરાજીના ચેક રીટર્નના કેસમાં ર વર્ષની સજા ફટકારી

 ધોરાજી તા. ૧૧: હિપીહોમ ગેસ એજન્સી વાળા નિશાંતભાઇ હરસુખભાઇ ઠુમર પાસેથી તેના જુના ભાગીદાર ચંદ્રેશભાઇ વૃજલાલ ઠુમરે (ટીકર વાળા) હાથ ઉછીના પચીસ લાખ વગર વ્યાજે લઇ પ્રોમીસરી નોટ તથા ચેક લખી આપેલ. જે બે ચેક લખી આપેલ, પણ ચંદ્રેશભાઇએ ખાતામાં બેલેન્સ ન રાખતા નીશાંતભાઇએ બન્ને ચેક રીટર્ન થયેલ જે બાબતે નિશાંતભાઇએ ધોરાજીના એડવોકેટ ચંદુભાઇ પટેલ મારફત નોટીસ આપી કેસ દાખલ કરેલો જે કેસમાં ચંદ્રેશ ઠુમરે એવો બચાવ લીધેલ કે ભાગીદારીના મનદુખમાં નિશાંતભાઇએ તેની પાસેથી બે ચેક લીધેલા અને સીકયોરીટી માટે લઇ તેનો દુરપીયોગ કરેલ.

ધોરાજીના એડી ચીફ જયુડી. મેજી.શ્રી એસ.પી.મહેતાની કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે ચંદ્રેશભાઇના ચેક રીટર્નના કેસમાં ગુનેગાર ઠરાવી બે વર્ષની સાદીકેદની સજા તથા સીતાવીસ લાખ ચાલીસ હજાર ફરીયાદી નિશાંતભાઇને વળતર પેટે ચુકવવા અન્યથા એક વર્ષ વધુ સજા ભોગવવી એવો હુકમ ફરમાવેલ છ.

(12:00 pm IST)