Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ગવરીદળમાં તું શું અમારો ઝઘડો જોવે છે? કહી લાલાને મુન્નાએ ફટકારી તેના ત્રણ બકરા પણ મારી નાંખ્યા!

દેવીપૂજક યુવાનને સારવાર અપાઇઃ હુમલાખોરે નશાની હાલતમાં ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૧: ગવરીદળમાં આઇઓસી પંપ પાસે રહેતાં લાલા ધીરૂભાઇ જાખલીયા (દેવીપૂજક) (ઉ.વ.૨૦)ને તેના પડોશમાં રહેતાં મુન્નાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

લાલાના કહેવા મુજબ પોતે સેન્ટીંગ કામ કરે છે. રાતે મુન્નો તેની ઘરવાળી સાથે ઝઘડો કરતો હોઇ પોતે જોતો હોઇ તેણે ઉશ્કેરાઇ જઇ તું શું જોવે છે? કહી હુમલો કર્યો હતો. પોતાના ત્રણ બકરાને પણ મુન્નાએ પાઇપના ઘા ફટકારી મારી નાંખ્યાનો આક્ષેપ લાલાએ કર્યો હતો. હુમલાખોર મુન્નાએ નશાની હાલતમાં આ ડખ્ખો કર્યાનું લાલાએ કહ્યું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

(12:00 pm IST)