Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મંદીના સપાટામાં થાનગઢનો સિરામીક ઉદ્યોગઃ સેંકડો કારીગરો બેકાર

વઢવાણ તા.૧૧: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની એક આગવી ઓળખ હતી . થાનગઢ ગામ ઉદ્યોગ નગરીમાં ગુજરાતમાં અને વિશ્વ લેવલે બીજા નંબરના સ્થાન ઉપર આવેલું આ ગામ હતું . જયારે છેલ્લા કેટલાક સમયથી આર્થિક મંદીના માહોલમાં અને સરકારની નિષ્ક્રિયતાના કારણે મંદીના ભરડામાં સપડાયું હોવાનું હાલમાં વેપારી મહામંડળના સુભાષભાઈ તેમજ સોમપુરાભાઈ પ્રજાપતિભાઈ વિગતો આપતા જણાવેલ.

 થાનગઢ ખાતે ૨૪૦ જેટલા સેનેટરી ઉદ્યોગો આજથી બે વર્ષ પહેલાં ધમધમી રહ્યા હતા સરકારના  નોટબંધી જીએસટી અને ગેસના સતત વધતા ભાવ વધારાના કારણે  થાનગઢ આ જગપ્રસિધ્ધ ઉદ્યોગ હાલમાં ભોંઈ પથારી થઇ ગયો છે . કારીગરોને મહેનતાણું ન મળવાના કારણે  પણ થાનગઢમાં બેકારીના ભરડામાં સપડાયેલ  છે . હાલમાં  ૨૫ થી ૩૦ જેટલા યુનિટોને બેન્કોએ સીલ મારી દીધા છે.

 થાનગઢમાં આજથી પાંચ વર્ષ પહેલા ટાઇલ્સ ઉદ્યોગ ધમધમતો હતો તેમજ કપ-રકાબી પણ ઉદ્યોગ પણ ધમધમતા હતા આ બન્ને વસ્તુઓ દેશની બહાર થાનગઢની ઓળખ બની હતી હાલમાં આ વસ્તુ થાનગઢમાં બનતી નથી અને જે કંપનીઓને સરકારના  દેવામાં સપડાઈ અને જે કંપનીઓને અલીગઢી તાળા લાગી ગયા છે તેવા થાનગઢ ગામમાં માત્ર એક સેનેટરી ઉદ્યોગ ચાલી રહ્યો છે જેને પણ છેલ્લા એક વર્ષમાં મંદિનું ભારે ગ્રહણ લાગ્યું છે જેના કારણે એ પણ હાલમાં મરણ પથારીએ  હોવાનુ જાણવા મળી રહ્યું છે .મજૂરોને મજૂરી મળતી નથી પૂરતું કામ ન હોવાના કારણે મજૂરો બેકાર બન્યા છે

 થાનગઢ ૨૪૦ જેટલા સેનેટરી ઉદ્યોગ થી ધમધમતું હતુ. હાલમાં ૭૦ જેટલા યુનિટો બંધ થઈ ગયા છે ૫ થી ૭ હજાર કારીગરો બેકાર બન્યા છે જયારે ે આજથી પાંચ વર્ષ પહેલા થાનગઢ નો સિરામિક ઉદ્યોગ ઇન્ડિયામાં બીજા નંબરના સ્થાન ઉપર હતો . હાલમાં ે મંદીમાં બીજા સ્થાને હશે તેવું લોકો જણાવી રહ્યા છે

 ઉદ્યોગપતિઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની સરકાર  પણ  નિષ્ક્રિય રહેલી છે આ થાનગઢ એક સમયે હજારો લોકોને રોજગારી પૂરું પાડતું હતું અને સૌરાષ્ટ્રમાં વિકસિત ગામ ગણાતું હતું જયારે હાલમાં થાનગઢ ગામ ભાંગીને ભુક્કો થઈ ગયું છે ત્યારે ગુજરાત સરકારે આગામી સમયમાં થાનગઢ માટે કોઇ વિચારણા જો નહીં કરે તો હજી જે ઉદ્યોગો ચાલુ રહેલા છે . તે પણ આગામી સમયમાં  બંધ થઈ જશે .ં સરકારને પણ આવકનો મોટો ફટકો પડયો છે આમ છતાં પણ ગુજરાત સરકાર આ ઉદ્યોગ અંગે કાંઈ જ વિચારી રહી  નહી  હોવાનું પણ જણાવવામાં આવ્યું છે .

થાનગઢ ગામમાં છેલ્લા કેટલાક સમયથી ખંડણીખોરો તેમજ ખોટી રીતે હેરાનગતિ પરેશાનીને લીધે થાનગઢ મોખરાના સ્થાને રહ્યું છે અનેક ઉદ્યોગપતિઓ આવા ત્રાસના કારણે પણ થાનગઢ છોડીને બહાર ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે

 થાનગઢ ગામને બચાવવા માટે સરકારે નિર્ણય લેવો પડશે નહિતર આવનાર સમયમાં માત્ર ને માત્ર થાનગઢ નગરી ઉદ્યોગ નગરી હતી તેવું જ નકશામાં રહેશે.

હાલમાં તો થાનગઢમાં હજારો કારીગરો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે એક બાજુ મંદી છે એક બાજુ આર્થિક  બોજ છે અને બીજી બાજુ થાનમાં લુખ્ખા આવારા તત્વોનો ભારે ત્રાસ છે ત્યારે થાનગઢ હાલમાં જે સીરામીક નગરીના નામે  ધમધમતું ગામ હતું ત મરણ પથારીએ  પડ્યુ છે.

(11:57 am IST)