Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

લીંબડીમાં ચાર દુકાનોનાં તાળા તોડી ચોરી

પોલીસની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલા અગ્રણીઓની રજૂઆત

વઢવાણ, તા.૧૧ : લીંબડી શહેરની મધ્યમાં આવેલ એક કોમ્પલેક્ષની ત્રણ થી ચાર દુકાનોના તાસ્કરો દ્વારા તાળા તોડી ચોરી કરવામાં આવી હતી જે અંગેની જાણ બીજે દિવસે સવારે દુકાનદારોને થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જયારે એક ઈલેકટ્રોનીક દુકાનમાંથી ત્રણ થી ચાર એલઈડી ટીવી સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.  જયારે પોલીસે સીસીટીવી કુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતીમાન કર્યા હતાં.લીંબડી શહેરના રહેણાંક મકાનો સહિત દુકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ફરી ચાર દુકાનોમાં ચોરી થતાં હાથશાળ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી, જાફરભાઈ કોઠીયા, પાલિકા પ્રમુખ ધીરૂભાઈ ખાંદલા, મહેન્દ્રસિંહ, સતીષભાઈ વ્યાસ, ભાણાભાઈ શાહ સહિત વેપારીઓ અને દુકાનદારોએ ડીવાયએસપી ડી.વી.બસીયા સહિત પીએસઆઈ એસ.એસ.વરૂને લેખીત રજુઆતો કરી હતી.

લીંબડી શહેરી વિસ્તારોમાં અગાઉ પણ રહેણાંક મકાનો અને દુકાનોમાં ચોરીના બનાવો રહ્યાં છે જેના આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડયાં નથી ત્યારે ફરી ચાર દુકાનોમાં ચોરીનો બનાવ બનતા પોલીસના પેટ્રોલીંગહ અને સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

(11:57 am IST)