Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

બે વર્ષથી બળાત્કાર કેસમાં રાજકોટ જેલના ભાણવડના ગુન્હાના ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર,તા.૧૧: ગુજરાત રાજયોની જેલોમાથીઙ્ગ પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈાડ એ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે  સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના હેઠળ બાતમી આધારે જામનગર જિલ્લાના ભાણવડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નંબર ૩૯/૨૦૧૫ઙ્ગ ઇ.પી.કો. કલમ ૩૭૬ (બળાત્કાર) ના ગુન્હાના કામેઙ્ગ રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતાઙ્ગ કેદી નંબર ૪૫૭૪૪ કાનાભાઈ ખીખાભાઈ ચારોલિયાઙ્ગ રહેવાસી દેવલી તા. તળાજા  વાળાને રાજસ્થાનથીઙ્ગ ખાતેથી ઝડપી રાજકોટઙ્ગ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.ઙ્ગઙ્ગ

મજકુર કેદી સને ૨૦૧૫ માં ભાણવડ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કેસમાં પકડાયેલ અને કેસ ચાલી જતાં આરોપીને દશ વર્ષ ની સજા પડતાં મજકૂરઙ્ગ કેદી રાજકોટઙ્ગ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતોઙ્ગ અને તા. ૦૫/૦૫/૨૦૧૮ ના રોજ ફર્લો રજા મેળવી જેલ બહાર આવેલ રજા પુરી થતા મજકુર આરોપી જેલમાં હાજર થયેલ નહી અને નાશી ગયેલ હતો જેને શિહોરી જિલ્લામાંથી પકડી પરત રાજકોટઙ્ગ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. મહાવીરસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી તથા પો. કોન્સ મનદીપ સિંહ ગોહિલ, હારિતસિંહ ચૌહાણઙ્ગ જોડાયા હતા.

(11:56 am IST)