Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પોરબંદરમાં ૧રર વખત આબેહુબ ગાંધીજીનું સ્ટેચ્યુ બનનાર જયેશભાઇ હિંગરાજીયાને પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન

શરીરે ગોલ્ડન કલર લગાડીને વિવિધ કાર્યક્રમોમાં ગાંધીજીના સ્ટેચ્યુ દ્વારા ગાંધી વિચારો જીવંત રાખવા પ્રયાસઃ ગાંધીજીનું સ્ટેચ્યુ બનવાનો વર્લ્ડ રેકોર્ડ

 પોરબંદર તા.૧૧: શરીરે ગોલ્ડન કલર લગાવીને અને ગાંધીજી જેવા ચશ્મા અને ધોતીયુ પહેરીને અત્યાર સુધીમાં વિવિધ કાર્યક્રમોમાં ૧રર વખત આબેહુબ ગાંધીજીનું સ્ટેચ્યુ બનનાર જયેશભાઇ પ્રવીણભાઇ હિંગરાજીયાને પદ્મશ્રી એવોર્ડ માટે સરકારમાં નોમીનેશન કરવામાં આવ્યુ છે.

છાંયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના જયેશભાઇ હિંગરાજીયા ગાંધીજીના વિચારો અને આદર્શ લોકો સુધી પહોંચે તે માટે શરીરે ગોલ્ડન કલર લગાડીને ગોલ્ડન ગાંધી બને છે તેમને ગાંધીજીના સ્ટેચ્યુ બનવાથી વિવિધ ર૧૮ એવોર્ડ મળેલ છે. જયારે ગાંધી પ્રેમીઓ તેમને પદ્મશ્રી એવોર્ડ મળે તેવું ઇચ્છી રહેલ છે. ગોલ્ડન ગાંધીજી બનવાથી તેમને ગ્રીનીસ  વર્લ્ડ રેકર્ડ તથા લીમકા વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યુ છે. ગાંધીજીની ડોકયુમેન્ટરીમાં તેઓએ અભિનય કર્યો છે. દેશ વિદેશની ચેનલોએ તેની નોંધ લીધી છે. સરકાર દ્વારા ગાંધીજી અંગેના કાર્યક્રમોમાં પણ તેમને આમંત્રણ અપાય છે.

(11:56 am IST)