Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

દ્વારકાધીશ ભગવાનને ચાંદીની પીચકારીમાં કેસુડાના પાણી સાથે ધુળેટીની ઉજવણી

હોળી-ધુળેટી ઉત્સવ ઉજવવા માટે દ્વારકાધીશ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ

તસ્વીરમાં શ્રી દ્વારકાધીશ ભગવાનના સાંનિધ્યમાં હોળી-ધુળેટીની ઉજવણી થઇ તે નજરે પડે છે. (તસ્વીર : વિનુભાઇ સામાણી-દ્વારકા)

દ્વારકા, તા. ૧૧: દ્વારકામાં ફુલડોલ ઉત્સવ મનાવવા ભારે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. ફાગણી પુનમે ગોમતી સ્નાન કરી ભકતોએ પુણ્યનું ભાથુ બાધ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન દ્વારકાધીશના મંદિરમાં ભકતોની ભીડ જોવા મળી હતી.

ફુલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ર થી ૩-૩૦ વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ ઉજાવવામાં આવી હતી. જેમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

દ્વારાધીશ મંદિરમાં ફુલડોલ ઉત્સવ નિમિતે વિશેષ ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. જેમાં ધાણી-દાળીયા, ખજુર, સુકો મેવો, મગજના લાડુ તથા ફાફડાનો વણેલ ભોગ ધરવવામાં આવ્યો હતો અને ભાર બાદ ફુલડોલ ઉત્સવની આરતી પણ કરવામાં આવી હતી.

દ્વારકાધીશ ભગવાનને ચાંદીની પીચકારીમાં કેસુડાનો રંગ ભરી ભગવાનને હોળી રમાડવામાં આવી હતી. શ્રીજીના હસ્તમાં સ્ત્રીની પોટલી ધરાવવામાં આવે છે. તેમજ ચાંદીની પીચકારીમાં કેસુડાનો રંગ અને કેસરનું પાણી ભરી દ્વારકાધીશ ભગવાનને હોળી રમાડવામાં આવી હતી. તેમજ આજ હસ્ત રંગોની પોટલીથી અને પીચકારીના રંગોથી દર્શનાથી સૌ ભકતોને રંગ ઉડાવવામાં આવે છે. જેનો લાભ હજારો ભકતોને મળે છે.

(11:55 am IST)