Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

માણાવદર પાસે સ્વીફટ કારની ઠોકરે બાઇક સવાર બે જીઆરડીને ઇજા

એકની હાલત ગંભીર, રાજકોટ ખસેડાયા

તસ્વીરમાં ઇજાગ્રસ્ત બન્ને જવાનો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

જુનાગઢ તા. ૧૧ :.. માણાવદર પાસે સ્વીફટ કારની ઠોકરે બાઇક સવાર બે જીઆરડી જવાનને ઇજા થઇ હતી. જેમાં એકને વિશેષ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ હોવાનંુ જાણવા મળેલ છે.

આ અકસ્માતની વિગતો એવી છે કે, માણાવદર તાલુકાનાં નાનડીયા ગામનાં જીઆરડી સભ્ય માધાભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.૩પ) અને પારસ દેસાભાઇ પરમાર (ઉ.ર૦) તા. ૯ ની રાત્રે તેમના મોટર  સાયકલ પર માણાવદરના વેળવા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતાં.

ત્યારે વળાંકમાં જીજે-૧૦-એ.વી. ૩૯૯૩ નંબરની સ્વીફટ કારનાં ચાલકે બાઇકને હડફેટમાં લેતા બંને જીઆરડી જવાન ફંગોળાય ગયા હતાં. અને ઇજા પામ્યા હતાં.

બંને યુવાનોને જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ. પરંતુ માધાભઇને વિશેષ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડાયા હતાં. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ કે. જે. ડાભી ચલાવી રહ્યા છે.

(11:54 am IST)