Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોની સુવિધા માટે સદાય તત્પરઃ કુંવરજીભાઇ બાવળીયા

વિંછીયામાં એસ.ટી.બસ સ્ટેશનનું ભુમિપૂજન

આટકોટ, તા.૧૧: પાંચાળ પ્રદેશના આંતરિયાળ ડુંગરાળ એવા વિછીયા વિસ્તારની પ્રજાની પરિવહનની સેવા સુવિધા માટેઙ્ગ રૂ.૧૮૫.૪૩ લાખના ખર્ચે નિર્માણ પામનાર વિછીયા એસટી બસ ડેપોનું રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના આંતરિયાળ વિસ્તારોની સુવિધાઓ વધારવા માટે રાજય સરકાર તત્પર છે,જસદણ વિછીયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પીવાના પાણીઙ્ગ સિંચાઈનું પાણી મળી રહે તેવુઙ્ગ લાંબા ગાળાનું આયોજન થઈ રહ્યું છે અને મોટાભાગના કામ મંજૂર પણ થઈ ગયા છે અનેઙ્ગ આગામી દિવસોમાં જસદણ વિછીયા વિસ્તારમાં રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે વિવિધ યોજનાઓના કેમ્પો યોજાશે તેમ જણાવ્યું હતું રાજય સરકાર તરફથી નિગમને નવિન બસ સ્ટેશનના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસટી વિભાગના વિછીયા મુકામે રૂપિયા ૧૮૫.૪૩ લાખના ખર્ચે બાંધવામાં આવનાર આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચર વાળા સુવિધાયુકત નવીન બસ સ્ટેશનમાં વિવિધ પ્રકારની સગવડતા તથા મુસાફરોનેઙ્ગ સુવિધાઓ આપવામાં આવશે, નવનિર્મિત બસ સ્ટેશનની રૂપરેખા જોઈએ તો જમીનનો વિસ્તાર ૮૦૧૪.૦૦ ચોરસ મીટર,ઙ્ગ બાંધકામ વિસ્તાર ૩૯૮.૩૨ ચોરસ મીટર, પ્લેટફોર્મ ની સંખ્યા ૫, પ્લેટફોર્મ નો વિસ્તાર ૮૨.૨૯ ચોરસ મીટર, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ ૨૨૬.૮૭ ચોરસ મીટર = ટ્રાફીક કંટ્રોલર /એડમીન રૂમ ૨૩.૭૯ ચોરસ મીટર = પાસ રૂમ /ઇન્કવાયરી રૂમ ૯.૫૬ ચોરસ મીટર = કેન્ટીન (કિચન સહિત)ઙ્ગ ૩૨.૮૪ ચોરસ મીટર = વોટર રૂમ ૮.૪૦ ચોરસ મીટર = પાર્સલ રૂમ ૧૮.૦૯ ચોરસ મીટર = સ્ટોલ (૩ નંગ) ૫.૮૫ ચોરસ મીટર = ડ્રાઇવર કંડકટર રેસ્ટરૂમ,૨૦.૯૨ ચોરસ મીટર = લેડીઝ રેસ્ટ રૂમ ૧૨.૦૦ ચોરસ મીટર મુસાફર જનતા માટે ૧૭.૭૬ ચોરસ મીટર (૫) યુરીનલ, (૧) શૌચાલય, ૧ બાથ પુરુષો માટે = તેમજ મહિલાઓ માટે ૧૪.૩૩ ચોરસ મીટર (૨) સૌચાલય ૧, બાથ =ઙ્ગ સકર્યુલેશન વિસ્તારમાં સી.સી ટ્રી -મિક્ષઙ્ગ ફ્લોરિંગ ૨૪૨૫.૦૦ ચોરસ મીટર વિકલાંગ વ્યકિતઓ માટે સ્પે, પ્રકારના સૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની તેમજ વિવિધઙ્ગ સુવિધાયુકત બસ સ્ટેન્ડ બનશેઙ્ગ

આ પ્રસંગે વિભાગીય નિયામક એસ.ટી રાજકોટ, કાર્યપાલક ઇજનેર એસ.ટી રાજકોટ,સુ. શ્રી. કે.ડી.દવે વહીવટી અધિકારી, ભાવનાબેન આર.ગૌસ્વામી ડેપો મેનેજર જસદણ, એન.વી મોદી હિસાબી અધિકારી, એમ.જી.મકવાણા સિવિલ સુપરવાઇઝર, બી.ડી.શાહ ટ્રેસર, ટ્રાફીક કંટ્રોલર અનિલભાઈ સાંખડ.મામલતદાર પી.એમ.ભેસાણીયા,તાલુકા વિકાસ અધિકારી વિછીયા તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન ડાભી વિછીયા ગ્રામ પંચાયત સરપંચ લીલાબેન રાજપરા,વિછીયા જિલ્લા પંચાયત સદસ્ય ચતુરભાઈ રાજપરા,શિક્ષણવિદ ખોડાભાઈ ખસિયા, વિછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, ઉપપ્રમુખ વશરામભાઈ કોરડીયા, પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઇ વાલાણી, વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ સાંકળિયા,જસદણ તાલુકા સંદ્ય પ્રમુખ કાળુભાઇ તલાવડીયા,વિછીયા તાલુકા પંચાયત સદસ્યો હનુભાઈ ડેરવાળિયા,ભુપતભાઈ રોજાસરા,કિશોરભાઈ ગોહિલ, માર્કેટિંગ યાર્ડ ડાયરેકટર જેઠાભાઈ,બીપીનભાઈ જસાણી,પોપટભાઈ ગીગાણી, ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાજપરા,નાથાભાઈ વાસાણી, જયંતિભાઈ બાવળીયા,રમેશભાઈ રાજપરા, વલ્લભભાઈ મેતલીયા દેવાભાઇ રાજપરા,વલ્લભભાઈ જાપડિયા,અંજનભાઈ ધોળકિયા,અરવિંદભાઈ બાંભણીયા દેવરાજભાઇ સરવૈયા,અમૃતભાઈ કોરડીયા, તેમજ આજુબાજુના ગામડાંના સરપંચશ્રીઓ સહકારી ક્ષેત્રના આગેવાનો વેપારી અગ્રણીઓ ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આ તકે વિછીયા તાલુકાના છેવાડાનાઙ્ગ ગામડાઓમાં એસ. ટી.બસ પહોચે અને વિછીયામાં એસ.ટીઙ્ગ ડેપો બને તેવી લોકોમાં માંગણી થઈ રહી છે.

(11:53 am IST)