Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ગોંડલ મોટી બજારમાં મકાનમાંથી દારૂની ૩૮૬ બોટલ સાથે અર્જુન ચૌહાણ પકડાયો

રાજકોટ તા. ૧૧: ગોંડલની મોટી બજારમાં બાવાબારી દરબારમાં ગોંડલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૩૮૬ બોટલ સાથે રજપૂત શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ સીટી પોલીસ મથકના પીએસઆઇ ડી. પી. ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગોંડલ મોટી બજાર બાવાબારી દરબારગઢ પાસે એક મકાનમાં દરોડો પાડી રૂ. ૧,પપ,૧૪પ લાખની દારૂની ૩૮૬ બોટલ સાથે મકાન માલીક અર્જુન મહેન્દ્રભાઇ ચોહાણ (ઉ.વ. ર૯) (રહે. મોટી બજાર બાવાબારી ગોંડલ) ને પકડી લીધો હતો. જયારે પ્રતિક મહેન્દ્રભાઇ ચૌહાણ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(11:53 am IST)