Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

દામનગરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માર્ગદર્શન સેમીનાર સંપન્ન

 દામનગર, તા., ૧૧:  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નો ડી આઈ સી શ્રી એસ જે શાહની અધ્યક્ષતા માં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. દામનગર વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ખાતે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજના સ્વરોજગારી ઓ ની અનેક તકો અનેક સફળ ઉદ્યોગકારો એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી ના માધ્યમ થી આર્થિક ઉન્નતિ માટે નમૂના રૂપ સાહસિકતા થી શરૂ કરેલ વેપાર ધંધા ઉદ્યોગમાં માત્ર સબસીડી જ નહીં પણ રોજગારી ઓ નું સર્જન કરવા હજારો હાથ ને હુન્નર કૌશલ્ય આપી ઉત્પાદક થી ઉપભોગતા સુધી સુંદર ભૂમિકા અદા કરી તેની સુંદર માહિતી આપતા ડી આઈ સી શ્રી એસ જે શાહ સહિત અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સીઇડી અનુપ શર્મા,  ઇન્સ રૂસ્તમ, સોલંકી , સાગર સહિત ના અધિકારીશ્રીઓએ  વિવિધ મુદ્દા ઓ સાથે અવગત કર્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા ચાલતી બાજપાય બેંકેબલ પી એમ ઇ જી પી જયોતિગ્રામ દંતોપજી ઠેકડી માનવ કલ્યાણ ટુલ્સ કીટ સહિત આર્ટિજન ક્રેડિટ લીકેજ સહિત ની યોજના ઓ થી શિબિરાર્થી ઓ ને અવગત કર્યા હતા અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના સેમિનાર માં પધારેલ એસ જે શાહ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ચીફ ઓફિસર શ્રી બી સી ત્રિવેદી સાહેબ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના શિવણ કલાસ શિક્ષિકા વર્ષાબેન દવે સહિત  મહાનુભવો ના હસ્તે દીપ પ્રાગટય કરી સેમિનાર ખુલ્લો મુકાયેલ હતો અને સંકલ્પ હસ્ત કલા સંસ્થા ની તાલીમાર્થી બહેનોને વિવિધ તાલીમ ના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

 આ સેમિનાર માં હીરા ઉદ્યોગકારો વેપારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ ભુપતભાઇ મેલગિયા અજિતભાઈ ભટ્ટ મહેન્દ્રભાઇ પરમાર જગદીશભાઈ સોની ભરતભાઇ ગોહિલ ધીરૂભાઇ ગોદાવરિયા નિવૃત રેવન્યુ કર્મચારી દવે, અશોકભાઈ ચૌહાણ સંસ્થા કર્મચારી ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા સહિત પત્રકાર નટુભાઈ ભાતિયા વીનુભાઈ જયપાલ વિમલભાઈ ઠાકર સહિત ઉપસ્થિત રહયા હતા.

(11:53 am IST)