Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અખિલ ભારત ગુજરાતી સમાજના અધ્યક્ષપદે જામનગરના રમેશભાઇ દતાણી ચૂંટાયાઃ અભિનંદન વર્ષા

ભૂજ તા. ૧૧ : ભારતભરમાં વસતા સમસ્ત ગુજરાતી બાંધવો તેમજ ગુજરાતી સંગઠનોની સર્વોચ્ય સંસ્થા (ફેડરેશન)ની વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં ભચાઉ-કચ્છ મુકામે થાણાના એન.કે.ટી. ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ધનલક્ષ્મીબેન નાનજીભાઇ ઠક્કર અતિથિ ગૃહ ખાતે મળી ગઇ.

વાર્ષિક સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાન પૂર્વ અધ્યક્ષ હરેન્દ્રભાઇ તન્નાએ સંભાળેલ ભાતરના વિવિધ શહેરોથી આવેલ સભાસદોની નોંધનીય ઉપસ્થિતી હતી.

આ બેઠકમાં અખિલ ભારત ગુજરાતી સમાજના પ્રમુખપદે જામનગરના સમાજ શ્રેષ્ઠીશ્રી રમેશભાઇ દતાણીને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ.

વિભાગોથી કારોબારી સમિતિમાં ચૂંટાયેલા સદસ્યોમાં પશ્ચિમ વિભાગ (૧) મગનભાઇ ખિમજી ઠકકર-થાણા (ર) દિગ્વીજય કાપડિયા-નાસીક (૩) વિનોદ રાયસી માલદે (૪) વિજયભાઇ જાની-આકોલા (પ) પ્રકાશભાઇ લોટિયા-આકોલ, તથા દક્ષિણ વિભાગ (૧) જગીદશભાઇ ભોજાણી-કોઇમ્બતુર (ર) હરીશભાઇ શાહ-કોઇમ્બતુર (૩) નગીનદાસ ખાખરીયા-કાલીકટ(૪) જે.ડી.શાહ-સિકન્દરાબાદ તેમજ મધ્ય વિભાગ (૧) રજનીભાઇ દવે-ભિલાઇ (ર) દિલીપભાઇ લાખાણી-દૂગે (૩) પ્રફુલભાઇ દિક્ષીત દૂગે તથા ગુજરાત વિભાગઃ (૧) જીતેશ મહેતા-અમદાવાદ (ર) દિનેશ ઠક્કર-વડોદરાનો સમાવેશ થાય છ.ે

અધ્યક્ષશ્રીએ બંધારણની જોગવાઇ મુજબ વિવિધ વિભાગોના ઉપપ્રમુખોની નિયુકિત કરેલ. ગુજરાત વિભાગ જીતેશભાઇ મહેતા તથા પશ્ચિમ વિભાગઃ વિનોદ રાયસી માલદે, દક્ષિણ વિભાગ જગદીશભાઇ ભોજાણી, મધ્ય વિભાગ રજનીભાઇ દવે. હસ્તક રહેશે.

સામાન્ય સભામાં લેવાયેલ નિર્ણય મુજબ સલાહકાર સમિતિનું ગઠન કરવામાં આવેલ જેના ચેરમેન પદે સંસ્થાના પૂર્વ અધ્યક્ષ હરેન્દ્રભાઇ તન્નાની નિયુકિત કરવામાં આવેલ. જામનગરના પિયુષભાઇ ભોજાણીને સદસ્ય રૂપે નિમવામાં આવ્યા.

કાર્યક્રમ બાદ સંસ્થામાં પદાધિકારીઓએ ભચાઉ મુકામે ભચાઉ-લોહાણા મહાજનના નિમંત્રણને માન આપી યોજાયેલ ભવ્ય સમૂહલગ્ન પ્રસંગે હાજરી આપી હતી.

આ બે દિવસીય સંમેલનનો સાંસ્કૃતિક કાર્યક્રમ મધ્યે લોકડાયરાના સુપ્રદ્ધિ લોક કલાકાર દીલદાન ગઢવીએ પોતાની રચનાઓ રજૂ કરી સહુને રસતરબોળ કરી દીધા હતા.

(11:52 am IST)