Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કાલાવડઃ છતરમાં જમનભાઇ વાદી ઉપર હોકી - પાઇપ-ચેનથી હુમલોઃ લોહી લોહાણ ઢળી પડયા

કાલાવડ તાલુકાના છતર ગામે હોળીના દિવસે રાત્રે હોળીના દર્શન કરીને પરત ફરતા જમનભાઇ વલ્લભભાઇ વાદી (ઉ.વ. ૪પ) ઉપર તેજ ગામના અને કાલાવડમાં ''બલરામ એગ્રો સેન્ટર'' નામની દુકાન ચલાવતા હિતેશ ગીરધર તાળા અને ધવલ ગીરધર તાળા નામના બંન્ને ભાઇઓએ જમનભાઇ ઉપર હોકી, પાઇપ અને ચેનથી હુમલો કરેલ હતો. ફોર વિલમાં આવેલા ચાર અજાણ્યા શખ્સો હુમલો કરતા જમનભાઇ લોહી લોહાણ હાલતમાં ત્યાંજ ઢળી પડયા હતા. ૧૦૮માં કાલાવડ હોસ્પીટલે અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરેલ. આજથી ૧૦ વર્ષ પહેલા જમનભાઇ ઉપર છેડતીનો કેસ થયેલ તેમાં નિર્દોષ છુટતા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાય છે.

(11:51 am IST)