Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ધોરાજીમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા મૌલા અલીના જન્મદિવસે જૂલુસ નીકળ્યું:

ધોરાજીઃઈસ્લામ ધર્મ ના ચોથા ખલીફા અને પયગંબર સાહેબના દામાદનો જન્મ દિવસ હોય યા મૌલા અલી ગૃપ અને દરેક સાદાતે ઈકરામ, આલીમે દીન, ઉલમાએ કીરામની રાહબરી હેઠળ શાનદાર જુલુસ કાઢવામાં આ વ્યું હતું.ચુસ્ત અને ઈસ્લામીક લીબાસ જેમાં મીલાદ કમીટી દ્વારા મનકબતે મૌલા અલી પઢી સૌને મંત્રમુગધ કરી દીધા હતા . બપોરે ૪ વાગ્યે અરબીયા હીટલ ખાતે થી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી સાંઈ બાવા ચોક ખાતે પૂર્ણ થયેલ હતું.બાવાગોર ચોકમાં સામુહિક મગરીબની નમાઝ બાદ તરત જ નિયાજનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો . દરેક લતાવાસીઓએ જુલુસનું નયાજ સ્વરુપે ઠંડા પીણાં જેવા કે સરબત આ ઉપરાંત ચા દૂધ કોફી જુલુસમા શામેલ દરેક વયકતીને પાઈને સ્વાગત કરેલ યામૌલા અલી ગુ્પ ના સર્વેસર્વા પીરેતરીકત સૈયદ શકીલ બાપુ શીરાજીએ કહ્યું હઝરત અલી ઈસ્લામ ના ચોથા ખલીફા બહાદુરીના પ્રતીક એવા મૌલા અલીની શાન ખીર જે અકીદત પેશ કરવા માટે આજે શાનદાર શહેરી જુલુસ અને નયાજનો જમણવાર રાખવામાં આવેલ હતો હજોરોની સંખ્યામાં આ નયાજ નો લાભ લીધેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટી નો પર્વ હોય બન્ને કોમના લોકો એ પરસ્પર સાથ સહકાર સાથે બન્ને તહેવાર કોમી એકતા સાથે ઉજવી આપણા દેશની સંસ્કૃતિ વિવિધતામાં એકતા ના દર્શન થયા હતા . આ જુલૂસમાં સૈયદ નાજીમ મુદ્દિન બાવા નવાગઢ ઉપસ્થિત રહ્યા હતા આ તકે ધોરાજીના પ્રિન્ટ મીડિયા ઇલેકિટ્રક મીડિયાનું મોલાં અલી મદદ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પીઆઈ વિજયકુમાર જોશી દ્વારા બંદોબસ્ત ગોઠવેલ હતો(તસ્વીરઃ કિશોરભાઈ રાઠોડ.ધોરાજી)

(11:49 am IST)