Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

આટકોટ શૈક્ષણિક સંકુલમાં ધુળેટી પર્વની ઉજવણી

 જસદણઃવિવેકાનંદ શૈક્ષણિક સંકુલ આટકોટમાં 'ધૂળેટી'ના ઉત્ત્।સવની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. ધૂળેટીના રંગબેરંગી ઉત્સવનીઙ્ગ ઉજવણી કરવા માટે શાળાના એલ. કે. જી.ઙ્ગ / એચ. કે. જી તથા ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓ રંગે-રંગની પિચકારીઓ, કેચૂડાના પરંપરાગત રંગો તથા બલૂનમાં પણ રંગો ભરીને લાવ્યા હતા.વિદ્યાર્થીઓ એ એકબીજા ને આ વિવિધ રંગોથી રંગીને શાળાનુ વાતાવરણ જીવંત ને રંગીલું બનાવી દીધુ હતું. વિદ્યાર્થીઓની સાથે સ્ટાફમિત્રો એઙ્ગ પણ ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. ધૂળેટી ઉત્ત્।સવની ઉજવણીમાં એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ કેમિકલ યુકત રંગનો બિલકુલ ઉપયોગના કરે. સમગ્ર આયોજન શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના મેનેઝીંગ ડિરેકટર શ્રી સંજયભાઇ એચ.શેખલીયા, સંચાલકશ્રી બિપીનભાઇ એચ.શેખલીયા તથા એચ.ઓ.ડી મેડમશ્રી દિક્ષીતાબેન પંચોલીના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યુ હતું. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી.જસદણ)

(11:49 am IST)