Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

પોરબંદરની અક્ષર વિદ્યામંદિરનો વાર્ષિકોત્સવ

પોરબંદર : અક્ષર વિદ્યામંદિરનું એન્યુઅલ ફંકશન રંગ-તરંગ ૨૦૨૦ ઉજવવામાં આવેલ હતુ. આ સંગીતમય રંગબેરંગી સમારોહમાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમો રજૂ કરેલ હતા. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, કલેકટર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા, પીજીવીસીએલ સુપ્રી. ડી.બી.કોડીયાતર, ન.પા. પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, છાંયા ન.પા. પ્રમુખ ગીતાબેન ગોસ્વામી, પોરબંદર કારોબારી ચેરમેન સરજુભાઇ કારીયા, ભાજપ આગેવાનો વિરમભાઇ કારાવદરા, નાગાજણભાઇ ઓડેદરા, નિલેશભાઇ ઓડેદરા, ભલાભાઇ મૈયારીયા, ડો.ચેતનાબેન તિવારી, અજયભાઇ બાપોદરા, તાલુકા  શિક્ષણાધિકારી ગીગનભાઇ બાપોદરા, કાઉન્સીલરો, પ્રિન્સીપાલો શિક્ષકો, ડોકટરો, એડવોકેટો, ન.પા. અધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં પદાધીકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. અક્ષર વિદ્યામંદિરના મે. ટ્રસ્ટી અને ન.પા. કાઉન્સીલરો મોહનભાઇ મોઢવાડીયાએ વિધી કરી હતી. કાર્યક્રમ તથા ઉપસ્થિત મહેમાનોની તસ્વીરો

(11:48 am IST)