Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ભાવનગરમાં ચોરાઉ એકટીવા સાથે ઝડપાયો

ભાવનગરઃ એલ.સી.બી. સ્ટાફનાં માણસો હોળીના તહેવારના બંદોબસ્તમાં તથા શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પનારી ચોકડી હોટલ મેરીટોનઙ્ગ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભો રહી પોતાની પાસેના નંબર પ્લેટ વગારનું એકટીવા મોટર સાયકલ લઇને ઉભો છે. જે હકિકત આધારે સદર જગ્યા ઉપર જઇ તુરતજગોપાલ ઉર્ફે ગોપી રમેશભાઇ ડાબસરા ઉવ. ૨૩ રહે. સિદસર શામપરા મફતનગર રામાપિરના મંદિર પાસે તા.જી.ભાવનગરઙ્ગ વાળાને પકડી એન્જીન નંબર-JF50EW0236095  ચેચીસ નંબર-ME4JF50AJKW236181ના લખેલ છે. કિ.રૂ. ૫૫,૦૦૦/- ગણીઙ્ગ તેમજ ચાર અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન કિ.રૂ. ૧૪,૦૦૦/- ના શકપડતી મિલ્કત મળી આવતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ અને મજકુરની સી.આર.પી.સી. ૪૧(૧) ડી. મુજબ દ્યોરણસર અટકાયત કરી વરતેજ પોલીસ સ્ટેશન ભાવનગરને સોપી આપેલ છે.આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હે.કો. ભયપાલસિંહ ચુડાસમા, વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા, સાગરભાઇ જોગદીયા તથા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા, જયદિપસિંહ ગોહિલ,ઇમ્તીયાઝખાન પઠાણ, સંજયભાઇ ચુડાસમા, મહેન્દ્રભાઇ ચૈાહાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:47 am IST)