Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

બાળ મજુરી-ભિક્ષાવૃતી ડામવા જનજાગૃતિ લાવવા પ્રયાસો થશે

જૂનાગઢ જિલ્લા સુરક્ષા એકમની પોલીસ વિભાગ સાથે બેઠક

જૂનાગઢ,તા.૧૧: જુનાગઢ જિલ્લામાં એસ.પી કચેરી ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંહ તેમજ જીલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ ના મેમ્બર સેક્રેટરી નયનાબેન પુરોહિતના માર્ગદર્શન હેઠળ  સ્પેશ્યલ  જુવેનાઇલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલન બેઠક.જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જાડેજા, જિલ્લા બાળ સુરક્ષાઅધિકારી આર.સી .મહીડા અને નોડલ ઓફિસર તરીકે પી.એસ.આઈ વાઘમસીની  અધ્યક્ષતામાં અને જિલ્લાના તમાંમ એસ.જે.પી.યુ પોલીસ ઓફિસરઓ તેમજ મિસિંગ સેલના ઘોડાદરા તથા પ્રોબેશન ઓફીસર  કે.પી.રામાણી, એચ.બી.ભાલારાની  ઉપસ્થિતિમાં બેઠક યોજાય હતી.

નાયબ પોલીસ અધિક્ષક જાડેજાએ  જણાવ્યુ હતું કે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કામગીરી સંકલન અંગે થયેલ બન્ને વિભાગોની કામગીરી સમીક્ષા કરી સલાહ સૂચન કર્યા હતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહીડા દ્વારા જે.જે.એકટ ૨૦૧૫ અને જે.જે.રૂલ્સ ૨૦૧૯ સંબધિત કાયદાકીય જોગવાઈ અંગેની માહિતી આપી હતી.સાથે લીગલ કમ પ્રોબેશન ઓફિસર કિરણબેન રામાણીએ સોશ્યલ બેકગ્રાઉન્ડ રીપોર્ટ,એસ.આઈ.આર રીપોર્ટ, પોલીસ સી.ડબ્લ્યુ.પી.ઓની ફરજો અને સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનીટની ફરજો વિશે વ્યાખ્યા આપી વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આ વિષય  અંગે વિસ્તૃત ચર્ચા કરેલ હતા.

ઉપરાંત ભવિષ્યમાં બાળ મજૂરી તેમજ બાળકો દ્વારા કરાવાતી ભિક્ષા વ્રુતી અને બાળકોના થતા શોષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા રેલી સહિતના જન જાગૃતિ ના કાર્યક્રમો કરવા તેમજ દરેક ક્ષેત્રમાં બાળ મજૂરો અટકાવવા સંયુકત રીતે તમામ વિસ્તારોમાં રેડ કરવા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા.

(11:46 am IST)