Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

લાઠી તાલુકામાં રજતજયંતિ ઉમિયા માતાજીના રથનું ભવ્ય સામૈયાથી સ્વાગત ઠેર ઠેરઃ

અમરેલી જિલ્લાના મોટા લીલીયા ઉમેયાધામ થી પ્રસ્થાન થયેલ રજતજયંતી રથ અમરેલી રાજકોટ સહિત બાવન ગામ કડવા પાટીદારોના વિસ્તારમાં ફરી શિક્ષણ કૃષિ સહિત ના જનજાગૃતિ ના સંદેશ સાથે આજે લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય કેરિયા કરકોલીયા રામપર પ્રતાપગઢ ભુરખિયા મતીરળામાં પધારતા ભવ્ય સામૈયા રાત્રી રોકાણ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું હજારો માઇ ભકતો અનેકો નામી અનામી અગ્રણી ઓ વ્યવસ્થા સમિતિઙ્ગ ના સંકલન થી બેનમૂન આયોજન સાથે રજતજયંતી રથ પધાર્યા હતો. તસ્વીરમાં સ્વાગત પ્રસંગે ઉપસ્થિત નગરજનો વિશાળ સંખ્યામાં નજરે પડે છે. (તસ્વીરઃ વિમલ ઠાકર.દામનગર)

(11:45 am IST)