Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના વૃધ્ધાશ્રમમાં ધુળેટી ઉજવાઇ

મોરબીઃ ચિંતન વિદ્યાલયના ૨૦૦ વિદ્યાર્થીઓ શોભેશ્વર રોડ પર વૃદ્ઘાશ્રમ ખાતે ધૂળેટી ઉજવવા પહોંચ્યા હતા જયાં નિરાધાર વડીલો સાથે રંગોના પર્વની ઉજવણી કરી વડીલોમાં આનંદ અને ઉત્સાહનો સંચાર કર્યો હતો ત્યારે ચિંતન વિધાલયના સંચાલક કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ધુળેટીમાં શાળાના બાળકો સાથે રંગોનો તહેવાર ઉજવીને વડીલોને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા હતા અને પોતાના બધા દુખ દર્દ ભૂલીને તેઓ ખુશીથી ઝૂમી ઉઠયા હતા ત્યારે ચિંતન વિદ્યાલયના કદમને વૃદ્ઘાશ્રમના સંચાલક સુષ્માબેન પટ્ટનીએ પણ આવકાર્યું હતું અને જણાવ્યું હતું કે પોતાના પરિવાર દ્વારા તરછોડવામાં આવેલ વૃદ્ઘો જીવનમાં ઉત્સાહ ગુમાવતા હોય છે જોકે વિવિધ સંસ્થાઓ તહેવારોની ઉજવણી નિરાધાર વડીલો સાથે કરીને તેમના જીવનમાં રંગ અને ઉત્સાહ ભરવાનું કાર્ય કરતા રહે છે જેથી સંસ્થા દ્વારા પણ તેમને પૂરો સહકાર આપવામાં આવે છે અને આવા કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વૃધ્ધાશ્રમમાં ધૂળેટી ઉજવાઇ તે તસ્વીર.

(11:42 am IST)