Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

નળકાંઠાના ૧૭ ગામોની મુલાકાત લેતા નૌશાદ સોલંકી

 ધ્રાંગધ્રા : દસાડા, લખતર અને નળકાંઠાના ધારાસભ્ય શ્રી નૌશાદભાઇ સોલંકી દ્વારા નળકાંઠાના સતર ગામની મુલાકાત લેવામાં આવેલ. ધલવાણા, ગામે પેવર બ્લોક રોડનું લોકાપર્ણ કર્યુ હતું. તેઓની સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્ય સર્વશ્રી હિંમતભાઇ સાપરા, લીંબડી તાલુકા કોંગ્રેસના પ્રમુખ રણજીતભાઇ, શ્રી ગેલાભાઇ બાવળીયા, દલિત અગ્રણીઓ બાબુલાલ સોલંકી, અમૃતભાઇ વાણીયા, મહેશભાઇ દુલેરા, નારણકાકા રાણાગઢ, મજનુબાપુ, વલવાણા સરપંચ રાણાગઢ સરપંચ હબીબભાઇ મુળબાવાળા વિ. જોડાયેલ. (ફારૂક ચૌહાણ દ્વારા)

(11:41 am IST)