Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

૯ મહિનામાં માત્ર ૧૭ર વાર રાજયના ધારાસભ્યોએ એસ.ટી. બસમાં મુસાફરી કરી'સલામત સવારી એસ.ટી. અમારી'સુત્રના ધજાગરા ઉડાવ્યા

ગોંડલની આરટીઆઇમાં ખુલાશો ૧૭ર ધારાસભ્યોએ કરી એક વર્ષમાં એસ.ટી.બસની મુસાફરી કરી

ગોંડલ તા. ૧૧ :.. તાજેતરમાં ગોંડલના આરટીઆઇ એકિટવીસ્ટ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા એસ. ટી. તંત્ર પાસે માહિતી માંગવામાં આવી કે તા. ૧-૧-ર૦૧૯ થી તા. ૩૦-૯-ર૦૧૯ દરમિયાન એસ. ટી. બસમાં રાખવામાં આવતી ધારાસભ્ય માટેની અનામત બેઠક પર કેટલા ધારાસભ્ય દ્વારા મુસાફરી કરવામાં આવી ? તેના જવાબમાં એસ. ટી. તંત્ર દ્વારા જણાવાયું આ સમય દરમિયાન ૧૭ર ધારાસભ્ય દ્વારા મુસાફરી કરવામાં આવી. હતી. દિન પ્રતિદિન અકસ્માત વધ્યા છે. ત્યારે લોકો એસ. ટી.ના માધ્યમથી મુસાફરી કરે  તે હેતુથી જયારે સરકાર તેમજ એસ. ટી. પ્રયત્નો કરે છે. ત્યારે માત્ર ૧૭ર વખત જ ધારાસભ્યોએ મુસાફરી કરી સલામત સવારી એસ. ટી. અમારી સુત્રોના ધજાગરા ઉડાડયા છે.

(11:40 am IST)