Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

વિરમગામ વરાણા ચંદ્રનગર ગામે સી.સી. રોડ તેમજ નાહ્વાના ઘાટમાં ભ્રષ્ટાચાર

તલાટી દ્વારા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ગ્રામસભા બોલાવતા ગ્રામજનોનો આક્રોશઃ અમુક ગ્રામજનો દ્વારા તલાટી સરપંચના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું

વઢવાણ,તા.૧૧: વિરમગામ તાલુકાના વલાણા ચંદ્રનગર ગામે સીસી રોડ તેમજ નાહ્વાના ઘાટમાં સરકારની ગાઈડલાઈન તેમજ એસ્ટીમેન્ટ વગર બનાવ્યા. તેમજ ચંદ્રનગર ગામે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી બનાવેલ સી.સી.રોડ ગુણવત્ત્।ા વગરનો બનાવેલો હોવાનુ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે તેમજ તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં તલાટી સાથે ગ્રામજનો સહિત છ સભ્યોને બોલાચાલી થતી હોય તેઓ વીડિયો પણ વાયરલ થયેલ છે.

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ૧૫ થી ૨૦ મહિલાઓ અને પુરુષો દ્વારા નાયબ કલેકટરને સંબોધીને આપવામાં આવેલ આવેદનપત્રમાં ફરતે થયેલ ગેરકાયદે બાંધકામ ગોચર જમીન ઉપરના બાંધકામ અને જમીન ના ગેરકાયદે કબજો દૂર કરવા માટે સરપંચ અને તલાટી દ્વારા કામ શરૂ કરાતા અમુક ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોના આર્થિક હિત જોખમાતું હોય ખોટા આક્ષેપો કરી તલાટી વિરુદ્ઘ ગ્રામજનોને ઉશ્કેરતા હોવાનું જણાવાયું હતું

આ સમગ્ર બાબત વલાણા ચંદ્રનગર ગ્રામપંચાયત ના તલાટી મિતુલદાન ગઢવી ને પુછતા જણાવેલ કે તમામ આરોપો ખોટા છે ગામના અમુક માથાભારે શખ્સો દ્વારા તેમની અનુકુળતા મુજબના કામો મંજુર કરવા અને તે કામોના કોન્ટ્રાકટર પોતે ઇચ્છે તેજ મળતિયાઓને આપવા દબાણ કરતા તેઓના દબાણને વશ ન થતાં બદલી કરાવવા ની માગણી સહિત લોકોને ઉશ્કેરી રહેલ છે.

(11:39 am IST)