Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

સાજડીયાળીમાં ગૌશાળાના ગોડાઉનનું લોકાર્પણ

જામકંડોરણાના સાજડીયાળી ગામે ગૌશાળાના ગોડાઉનનું લોકાર્પણ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું (તસ્વીર :- મનસુખ બાલધા)

જામકંડોરણા  તા. ૧૧ :.. સાજડીયાળી ગૌ સેવા સમિતિ આયોજીત નવ નિર્મિત ગૌ. વા. પરેશકુમાર ગોવિંદભાઇ રાણપરીયા ગૌશાળા ગોડાઉનનું લોકાર્પણ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે જણાવેલ કે જામકંડોરણા તાલુકામાં કોઇ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી કોઇ મોટ ઉદ્યોગપતિઓ નથી છતાં પણ ગામડે ગામડે ગૌ સેવામાં જે મિત્રો કામ કરી રહ્યા છે અને વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી વગાડી અને ગાયો માટે ફંડ એકત્રીત કરવામાં આવે છે એમાં કોઇનો સ્વાર્થ ન હોય માત્ર ને માત્ર સેવાકીય પ્રવૃતિના ભાવ સાથે કામગીરી થઇ રહી છે આજે ગૌરવ અને આનંદ સાથે કહેવું પડે કે જામકંડોરણાની ગૌ વંશ પાંજરાપોળમાં ૬૦૦૦ જેટલા ગૌવંશનો આપણે નિભાવ કરી રહ્યા છીએ.

સ્વ. વિઠ્ઠલભાઇના વખતથી આજ સુધી માંગ્યુ તેનાથી વિશેષ દાન આ સેવાકીય પ્રવૃતિઓ માટે લોકો આપતા આવ્યા છે વિઠલભાઇની કામગીરીનો વારસો આપણે આગળ લઇ જઇ રહ્યા છીએ આ તાલુકાનો પ્રેમ, ભરોસો અને વિશ્વાસ છે.

આ પ્રસંગે શબ્દોથી સ્વાગત કરશનભાઇ સોરઠીયાએ કરી દરેકને આવકાર્યા હતા આ તકે રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડો. કે. સખીયા, સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન ભરતભાઇ બોઘરા, રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઇ સહિતના મહાનુભાવોએ  ગૌ સેવાની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે વિપુલભાઇ ઠેસીય, મનસુખભઇ સાવલીયા, વિનુભાઇ વૈ શ્ણવ, રાજુભાઇ રંગાણી, અરવિંદભાઇ ત્રાડા, દિલીપભાઇ ચાવડા, વિઠલભાઇ બોદર, પ્રતિપાલસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ચંદુભા ચૌહાણ, જીવરાજભાઇ સતાસીયા, હરસુખભાઇ પાનસુરીયા સહિતના રાજકીય ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, સામાજીક ક્ષેત્ર, ગૌસેવા ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે સાજડીયાળી ગૌ સેવા સમિતિ દ્વારા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોને પણ સન્માનવામાં આવ્યા હતાં. આ તકે રાત્રે કસુંબલ લોકડાયરો યોજાયો હતો.

(11:38 am IST)