Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાક્ષસી કૃત્ય... હેવાને શિયળ લૂંટી ગુપ્તાંગમાં ડામ દીધા

કચ્છના રાપરની ઘટના : માનવરૂપી રાક્ષસ ઉપર વરસી રહ્યો છે ફીટકારઃ હેવાનીયત આચરતો વીડિયો વાયરલ : પોલીસની પાંચ ટીમોએ સીમાડા ખુંદીને વિકૃતિ આચરનાર મનસુખ ઉર્ફે મનીયા ગાભા કોળીને ઝડપી લીધો : ઘરેણા રાખીને રૂપિયા આપ્યા બાદ ૨૮ વર્ષિય પરિણીતા સાથે ૬ મહિનાથી દુષ્કર્મ, દારૂ અને સિગારેટના વ્યસની શખ્સની વિકૃતિ ઉપર ફિટકાર

ભુજ : પ્રથમ તસ્વીરમાં હાથમાં સિગારેટ સાથે ડામ દેતો શખ્સ, બીજી તસ્વીરમાં આરોપીને પોલીસે ઝડપી પાડયો તે નજરે પડે છે. (તસ્વીર : વિનોદ ગાલા, ભુજ)

 ભુજ તા.૧૧: પોર્ન ફિલ્મોની વિકૃતિઓએ સમાજ પર કેવી અસર કરી છે તે દર્શાવતી ઘટનાઓ જયારે બને છે ત્યારે આવી હેવાનીયતભરી ઘટનાઓ નિહાળીને માથુ શરમથી ઝૂકી જાય છે. પશુઓ પણ ન આચરે તેવી ક્રૂરતા, હેવાનીયત માનવી આચરે છે. કચ્છના રાપર તાલુકામાં હોળીની પૂર્વ સંધ્યાએ વાયરલ થયેલ હેવાનીયતભર્યા દુષ્કર્મના વીડીયોએ ચકચાર સાથે ચર્ચા સર્જી હતી.

 ૯ મિનિટના આ વાયરલ થયેલા આ વીડિયોમાં એક શખ્સ યુવાન પરિણીતા સાથે બળજબરીપૂર્વક સેકસ કરે છે. સાથે સાથે તે યુવા મહિલા પાસે પોતાના રૂપિયાની ઉઘરાણી કરે છે. પોતાના પરિવારની બીકથી કાકલૂદી કરતી મહિલા તે યુવાનને જવા દેવા બે હાથ જોડી વિનંતી કરે છે. પોતે ફરી આવશે તેવું પણ કહે છે. પણ, કામાંધ યુવાન તે પરિણીત યુવતી સાથે સેકસ કરતા કરતા વિકૃતિની ચરમસીમા વટાવી તે યુવતીના ગુપ્તાંગ પર સિગારેટના ડામ દે છે, એટલુંજ નહીં તે યુવતીને મારે પણ છે. વાયરલ થયેલો આ વીડીયો વિકૃત શખ્સે ઉતાર્યો હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે.

જોકે, આ વાયરલ વીડીયોને પગલે રાપર સહિત કચ્છમાં હડકંપ સર્જાયો. આ ઘટનાને પગલે આ હેવાનનો ભોગ બનનાર પરિણીતાએ પોતાના પરિવારને વાત કરી પરિણીતાએ હિંમત આપી પોલીસ ફરિયાદ કરી હતી.

જેમાં આરોપી તરીકે સુવઈ ગામના મનસુખ ઉર્ફે મનીયા ગાભા કોળી સામે ફરિયાદ લખાવી. જોકે, સોશ્યલ મીડીયા પર વાયરલ થયેલ આ વીડીયો ૬ મહિના પહેલાનો હોવાનું જણાવી ફરિયાદી મહિલાએ પોતે મનસુખ ઉર્ફે મનીયા પાસેથી ઘરેણાં રાખીને રૂપિયા વ્યાજે લીધા બાદ મનીયાએ પોતા ઉપર છરીની અણીએ બળાત્કાર ગુજારી તેનો વીડીયો ઉતારી તેના આધારે બ્લેકમેલ કરી વારંવાર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાની ગંભીરતા પારખીને આઈજી સુભાષ ત્રિવેદી, પૂર્વ કચ્છના ડીએસપી પરીક્ષિતા રાઠોડે ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાની આગેવાનીમાં તપાસ શરૂ કરી. ૫ ટીમ અને ૨૦ જવાનો સાથે પોલીસે સતત મનીયા ઉર્ફે મનસુખને શોધવા સુવઇ અને આસપાસના રણ વિસ્તારમાં રઝળપાટ હાથ ધરી હતી.

અંતે રાપર પીઆઇ આર.એમ. વસાવા અને તેમની ટીમે આરોપી મનીયા ઉર્ફે મનસુખ ગાભા કોળીને ચકાસરી વાંઢ પાસેથી ઝડપી લીધો હતો. પોતાના બે મોબાઈલ બંધ રાખનાર આરોપી મનીયા કોળીએ પાણી પીવા માટે ચકાસરી વાંઢ પહોંચ્યા બાદ પોતાનો મોબાઈલ ચાલુ કર્યો અને પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું. સાથે સાથે પોલીસને પાકી બાતમી પણ મળી કે મનીયો આ વિસ્તરમાં છે અને પોલીસે સફળતાપૂર્વક આરોપી મનસુખ ઉર્ફે મનીયા કોળીને ઝડપી લીધો હતો.

દારૂ અને સિગારેટ પીવાની ટેવ ધરાવતા મનીયાની વિકૃતિ ઉપર લોકોનો ફિટકાર વરસી રહ્યો છે. તે પરિણીત અને બે બાળકોનો બાપ પણ છે. તેઙ્ગ ઝડપાયા બાદ ફરિયાદી પરિણીતાના સમાજના લોકો રાપર પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા અને આરોપીને આકરી સજા આપવાની માંગ કરી હતી.

(11:00 am IST)