Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ચાંદલીથી નાનાવડાળા રોડ કામનો પ્રારંભ

ખીરસરા (રણ): લોધીકા તાલુકાના ચાંદલી ગામે ચાંદલી વાડાળા રોડ કામનો પ્રારંભ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તાલુકાના તમામ આગેવાન તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિંહ જાડેજા તથા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રાલો સંઘના વાઇસ ચેરમેન મનસુખભાઇ સરધારા તથા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ મોરડ તથા મોહનભાઇ ખુંટ મહામંત્રી હરભમભાઇ તથા લાખાભાઇ ચોવટીયા તથા છગનભાઇ મોરડ હાજર રહેલ હતા. રોડ કામનો પ્રારંભ થયો તે તસ્વીર

(9:49 am IST)