Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જુનાગઢમાં પોલીસ પરિવાર દ્વારા ધુળેટી પર્વની ઉજવણી

રેન્જના ડીઆઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારનાં બંગલે કલેકટર, કમિશ્નર, એસ.પી.,ડીડીઓ સહિતનાએ અબીલ-ગુલાલની છોળો વચ્ચે રંગોત્સવ ઉજવ્યો

જુનાગઢ : પોલીસ પરિવાર દ્વારા હોળી - ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી તે નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા. ૧૧ :.. જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર  દ્વારા પોતાના દ્યરે ધુળેટીની ઉજવણી કરવા માટે વ્યવસ્થા કરી, એસપી થી માંડી પોલીસ કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને આમંત્રણ આપી, ઉજવણી કરવામાં આવેલ હતી.  આ ઉજવણીમા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંદ્ય, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એચ.એસ. રત્નું, એમ.ડી.બારિયા, પીઆઈ કે.કે.ઝાલાં, આર.સી.કાનમિયા, આર.બી.સોલંકી, પીએસઆઇ એ.સી. ઝાલા, ડી.જી. બડવા, સહિતના પોલીસ અધિકારીઓ તથા તમામ સ્ટાફ હાજર રહેલ હતો. પોલીસ કોન્સ્ટેબલ થી ડીઆઈજી સુધીના અધિકારીઓ તથા કુટુંબના સભ્યોએ પોલીસ બંદોબસ્તની સાથે સાથે હોળી ધુળેટીના તહેવારને રંગે ચંગે ઉજવર્ણીં કરી હતી. આ કાર્યક્રમમાં કલેકટર શ્રી સૌરભ પારધી, કમિશનર શ્રી તુષાર સુમેરા, ડીડીઓ શ્રી ચૌધરી, સહિતના અધિકારીઓ અને પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પોલીસ અધિકારીઓ પણ હાજર  રહ્યા હતા અને ર્ંમન મૂકીને હોળી ધુળેટીના તહેવારને માર્ણ્યોં હતો.

ઉપરાંત, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ હોળી ધુળેટીના તહેવાર દરમિયાન એકબીજા ઉપર રંગ ઉડાડી ઉજવણી કરવામાં આવેલ હતી.

વળી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયા તથા સ્ટાફ દ્વારા ર્ંભવનાથ વિસ્તારના સાધુ સંતો સાથે પણ હોળી ધુળેટીના તહેવારમાં રંગો થી રમી, અનોખી રીતે ઉજવર્ણીં કરવામાં આવી હતી.

હોળી ધુળેટીના તહેવારમાં આ વખતે તમામ પોલીસ સ્ટાફ દ્વારા સખત બંદોબસ્ત સાથે હળવાશ મેળવવા તહેવારની ઉજવણી આનંદ ઉલ્હાસથી કરવામાં આવેલ હતી.

જુનાગઢ રેન્જના ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહન બંગલે પોલીસ પરિવાર દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ડીઆઇજી શ્રી પવાર દ્વારા કોન્સ. થી માંડી એસપી સુધીના સ્ટાફને આમંત્રણ આપ્યુ હતું અને બંગલાના પટાંગણમાં કલરથી  ભરેલ ટબ ફુવાર વગેરે ગોઠવવામાં આવેલ હતા તેમજ અબીલ ગુલાલ સહિત કલરની  વ્યવસ્થા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાના જાનમાલની સુરક્ષાની જેમના શિરે જવાબદરી છે અને કાયદો - વ્યવસ્થા જાળવવા માટે કોન્સ્ટેબલથી લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના પરિવારને પણ સમય નથી ફાળવી શકતા ત્યારે તેઓ નિરાશ ન થાય અને આ ધુળેટી પર્વ મુકતપણે ઉજવી શકે તે માટે ખુદ રેન્જ ના ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારે પણ કોન્સ્ટેબલથી માંડી એસપી સહિતના અધિકારીઓ સાથે અરસપરસ કલર અબીબ ગુલાલની છોળો વચ્ચે રંગોત્સ્વ મનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં એસપી શ્રી સૌરભ સિંઘ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એચ. એસ. રત્નુ એમ. ડી. બારીયા પીઆઇ કે. કે. ઝાલા, આર. સી. કાનમિયા, આર. બી. સોલંકી પીએસઆઇ ડી. જી. બડવા, એ. સી. ઝાલા, તેમજ આર. આર. સેલ.ના પી. એસ. આઇ. ડી. બી. પીઠીયા તેમજ સાયબર ક્રાઇમના કે. એમ. મોરી, શ્રી જોટાણીયા તેમજ જીલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધી, મ્યુ. કમિશનરશ્રી તુષાર સુમેરા, ડી. ડી. ઓ. શ્રી પ્રવિણ ચૌધરી સહિતના અધિકારીઓ અને પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં અને મન મુકીને હોળી ધુળેટીના તહેવારો માણ્યા હતાં.

ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા કોન્સ. શ્રી માંડી એસ.પી. સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી મુકતપણે સૌની સાથે કલર ઉડાડી રંગે રંગાય અને પોતાની સરળતાના દર્શન કરાવ્યા હતા જેની સમગ્ર જૂનાગઢ રેન્જના જૂનાગઢ - પોરબંદર - ગિર સોમનાથ પોલીસે નોંધ લઇ પોલીસ કોન્સ. થી માંડી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ ખુશીની લાગણી વ્યકત  થઇ રહી છે અને પોલીસ પરિવાર પણ આ તહેવાર ઉજવી ખુબ આનંદીત થયો હતો.

(1:55 pm IST)