Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

દ્વારકાના સાની ડેમ પાણી વિના ખાલીખમ! : ખેડૂતોએ કાંઠે હોળી સળગાવીને કર્યો વિરોધ

વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા

દેવભૂમિ દ્વારકાના  સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો. જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતોએ ડેમના કાંઠે હોળી સળગાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

 વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતો પરેશાન છે.

(12:56 am IST)