Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

નારી ચોકડી પાસેથી શંકાસ્પદ એક્ટિવા અને ચાર મોબાઈલ સહિત ગોપાલ ઉર્ફે ગોપીને ભાવનગર એલસીબીએ ઝડપ્યો

નારી ચોકડી હોટલ મેરીટોન પાસેથી ચોરીના એકટીવા વાહન તથા મોબાઇલ ફોન- સાથે કુલ ૬૯,૦૦૦ના મુદામાલ સાથે આરોપી ગોપાલ ઉર્ફે ગોપી ડાબસરાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરએ ઝડપી લીધો છે 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં બનેલ વાહન ચોરના તથા ઘરફોડ ચોરીઓના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી  વિસ્તાંરમાં હોળીના તહેવારના બંદોબસ્તમાં તથા શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, નારી ચોકડી હોટલ મેરીટોન પાસે એક શખ્શ શંકાસ્પદ હાલતમાં પોતાની પાસેના નંબર પ્લેટ વગારનું એકટીવા મોટર સાયકલ લઇને ઉભો છે. જે હકિકત આઘારે જગ્યા ઉપર જઇ વેરફાઇ કરતા શખ્શ હાજર મળી આવતા તુરતજ તેને પકડી તનું નામ સરનામું પુછતા ગોપાલ ઉર્ફે ગોપી રમેશભાઇ ડાબસરા (ઉવ. ૨૩) ( રહે. સિદસર શામપરા મફતનગર રામાપિરના મંદિર પાસે તા.જી.ભાવનગર)ને પકડી કાળા કલરના એકટીવા બાબતે પુછ પરછ કરતા સંતોષ થાય તેવો ખુલાસો નહી કરતા અને આઘાર પુરાવા રજુ નહી કરતા તેના એન્જીન નંબર-JF50EW0236095  ચેચીસ નંબર-ME4JF50AJKW236181ના લખેલ છે. કિ.રૂ. ૫૫,૦૦૦ ગણી  તેમજ ચાર અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન કિ.રૂ. ૧૪,૦૦૦ના શકપડતી મિલ્કત મળી આવતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ અને સી.આર.પી.સી. ૪૧() ડી. મુજબ ઘોરણસર અટકાયત કરી આગળની કાર્યવાહી માટે વરતેજ પોલીસ સ્ટેશન ભાવનગરને સોપી આપેલ છે

  સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હે.કો. ભયપાલસિંહ ચુડાસમા, વનરાજભાઇ ખુમાણ, જયરાજસિંહ જાડેજા, સાગરભાઇ જોગદીયા તથા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા, જયદિપસિંહ ગોહિલ,ઇમ્તીયાઝખાન પઠાણ, સંજયભાઇ ચુડાસમા, મહેન્દ્રભાઇ ચૈાહાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:08 pm IST)