Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જેતપુરની દરજી સોસાયટીમાં પરપ્રાંતીય મજૂરોએ દારૂ પીને ધમાલ કરી : ત્રણ સ્થાનિકોને ગંભીર ઇજા

ઘર પાસે આવીને ગાળો બોલતા સ્થાનિકો અને મજૂરો વચ્ચે મારામારી

 

જેતપુર : રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલી દરજી સોસાયટીમાં પરપ્રાંતીય મજૂરોએ દારૂ પીને ધમાલ કરી હતી. સ્થાનિકોના ઘર પાસે બીભત્સ શબ્દો બોલતા હતા. ત્યારે તેમને અટકાવવામાં આવતાં સ્થાનિકો અને મજૂરો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં 3 સ્થાનિકોને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:30 pm IST)