Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમરેલીમાં ઉમિયાના રથનું ભાવભીનું સ્વાગત : મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજ ઉમટ્યો

માં ઉમિયાના રથનું ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત રાત્રે પૂ.ભાઈજી ની નિશ્રા માં ધર્મસભા

 

અમરેલી : ધૂળેટીના પવિત્ર પાવન દિવસે અમરેલી શહેરમાં માં ઉમિયાનું ભાવભીનું સ્વાગત કરાયું હતું માં ઉમિયાના રથનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો

  અમરેલીના લીલીયા ખાતે હજારો એકરમાં માં ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનું છે. આજના ધૂળેટી  પર્વના પાવન દિવસે ઇશ્વરીયાથી કડવા પાટીદારના યુવાઓ દ્વારા બાઇક રેલીની આગેવાની સાથે માં ઉમિયાના રથનું અમરેલી શહેરમાં ભવ્ય સ્વાગત  કરવામાં આવ્યું હતું. આશરે ૧૦ હજારથી પણ વધારે કડવા પાટીદાર સમાજના માઈભક્તોએ માં ઉમિયાના રથ ની આગેવાની લીધી હતી.

 માં ઉમિયાનો  રથ અમરેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અમરેલિની પાવન ભૂમિને પવિત્ર બનાવી હતી. ધોડા, બાઇક રેલી તેમજ બહુ મોટી સંખ્યામાં બહેનો માં  ઉમિયાના કીર્તન સાથે ગરબા ગાતા હતા. માં ઉમિયાના રથનું ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. માં ઉમિયાનો રથ સાવરકુંડલા બાય  પાસ પર આવેલ તુલસી પાર્ટી પ્લોટ ખાતે વિરામ કરવામાં આવ્યો હતો. ત્યાં રાત્રે પૂ.ભાઈજી ની નિશ્રા માં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતુંકડવા પાટીદાર સમાજનું જ્ઞાતી ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

(10:26 pm IST)