Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

અમરેલીમાં ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી : યુવાધને મનભરી તહેવાર માણ્યો

રાત્રિના હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબામાં અમરેલી નગરવાસીઓની ભીડ જોવાઈ

 

અમરેલી : અમરેલીના યુવાધને રંગોનો તહેવાર ધૂળેટીને રંગભરી માણ્યો હતો અને મન ભરીને ઉજવ્યો હતો. સવારથી અવનવા રંગો સાથે એકબીજાને રંગવા નીકળી પડ્યા હતા. અમરેલી શહેરના પ્લોટ વિસ્તારમાં યુવાધન સાથે મોટેરા પણ રંગો સાથે જોવા મળ્યા હતા. આજે દિવસ દરમ્યાન અને રાત્રિના સમયે અમરેલિની હોટેલ, રેસ્ટોરન્ટ, ધાબામાં અમરેલી નગરવાસીઓની ભીડ જોવા મળી હતી

(10:25 pm IST)