Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

રાજુલાના કોટડી ગામ પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે આરોપી ઝડપાયો: ૧,૫૪,૯૬૦નો મુદ્દામાલ જપ્ત

એસ,ઓ,જી ,ટીમે બાતમીના આધારે ગાડીની તલાસી લેતા દારૂનો જથ્થો મળ્યો

 

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ રાય દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહીજુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય અને હોળી-ધુળેટીના તહેવાર સબંઘે સ્પેશ્યલ પ્રોહી-જુગાર અંગેની ડ્રાઈવનું આયોજન કરેલ હોય તેમજ સઘન વાહન ચેકીંગ હાથ ઘરવા અને અમરેલી જીલ્લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા તથા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ..જી અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ.કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ મહેશ મોરી તથા એસ. . જી . ટીમ રાજુલા પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

 દરમિયાન ચોક્કસ અને આઘારભુત બાતમીરાહે હકિકત મળેલ કે, જુની કાતર ગામ તરફથી એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી આવે છે અને તેમાં ભારતીય બનાવટો વિદેશી દારૂ ભરેલ છે અને સગે-વગે કરવાની પેરવીમાં છે. જે અન્વયે રેઈડ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્શને પકડી પાડવામાં સફળતા મળેલ છે

(9:50 am IST)