Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કોંગ્રેસ શાસિત મોરબી જીલ્લા પંચાયત અને નગર પાલિકામાં ભંગાણની ભીતિ

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પરસોતમ સાબરીયા હલચલ મચાવશે તેવી ચર્ચા

 

કોંગ્રેસના ધાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા ભાજપમાં ભળતા મોરબી જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભંગાણની ભીતિ સેવાઈ રહી છે

  અંગેની ચર્ચાતી વિગત મુજબ પરષોત્તમ સાબરીયાને મોરબી જીલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભંગાણ સર્જશે  મોરબી જીલ્લા પંચાયત અને નગરપાલિકા હાલ કોંગ્રેસ પાસે હોવાથી પરષોત્તમ સાબરીયાને ભંગાણ કરી શકશે તેવી ચાકરહાએ જોર પકડ્યું છે

   સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો અને આગેવાનો તેમના સંપર્કમાં છે. ગમે ત્યારે કોંગ્રેસ શાસિત પાલિકા અને જીલ્લા પંચાયતમાં ભંગાણ સર્જાઈ શકે છે.

(9:59 pm IST)