Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

તાલાલા ધારાસભ્ય બારડને સસ્પેન્ડ કરતા કોંગ્રેસમાં આક્રોશ : કોંગ્રેસના તમામ ધારાસભ્યો રાજભવન પહોંચ્યા :આવેદન આપ્યું

અમદાવાદ :તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવા મામલે કોંગ્રેસેમાં ભારે નારાજગી ફેલાઈ છે આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ રાજ્યપાલને રજૂઆત કરી છે.

  વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ .પી.કોહલી સાથે મુલાકાત કરી તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું. પરેશ ધાનાણીના નિવાસસ્થાનેથી તમામ ધારાસભ્યો ચાલતા અને સુત્રોચ્ચાર કરતા રાજભવન સુધી પહોંચ્યા હતા.

(9:55 pm IST)